શખસે મહિલાના નામે ઈન્સ્ટા ID બનાવી ન્યુડફોટા અપલોડ કર્યાં:વાંધાજનક મેસેજ મોકલીને બદનામ કરવાનો પણ પ્રયાસ, સાઇબર ક્રાઇમમાં અજાણ્યા શખસ સામે ગુનો દાખલ
ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા એક મહિલાને બદનામ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણ્યા શખ્સે જે-તે મહિલાના અસલી ફોટા ગમે ત્યાંથી મેળવી લીધા હતા. ત્યારબાદ, મહિલાના જ નામે ઈન્સ્ટાગ્રામ પર બે અલગ-અલગ નકલી (ફેક) એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સના પ્રોફાઈલ પિક્ચરમાં મહિલાનો ફોટો મૂકીને, તેની સ્ટોરીમાં મહિલાના મોર્ફ કરેલા (એડિટ કરેલા) ન્યૂડ ફોટા અને અભદ્ર લખાણો અપલોડ કર્યા હતા. સગા-સંબંધીઓમાં બદનામી કરવાનો પ્રયાસ
આ વિકૃત શખ્સે માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને જ સંતોષ ન માન્યો, પરંતુ મહિલાના ભાભીનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો. આ નંબરનો ઉપયોગ કરીને તેણે મહિલાના સગા-સંબંધીઓને મહિલાના ચારિત્ર્ય વિશે અત્યંત ખરાબ અને વાંધાજનક મેસેજ મોકલીને તેને સમાજમાં વ્યાપક સ્તરે બદનામ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ
આ માનસિક ત્રાસ અને બદનામીથી કંટાળીને ભોગ બનનાર મહિલાએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે BNS કલમ 75(2), 75(3), અને 359(2), આઈ.ટી. એક્ટ (IT Act) કલમ 66(સી), 66(ઈ), અને 67 મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ વિભાગના પીઆઈ વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે અને ગુનાહિત કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →