ગેસ ચોરી કરતો શખ્સ SOGની ઝપટમાં:ઈસ્કોન ઈલેવન પાસે ભરેલા બાટલામાંથી ગેસની ચોરી, એકના ડબલ જેવું કારસ્તાન

Gujarat6/4/2026, 1:27:34 AM
ભાવનગર શહેરમાં ઘરગથ્થુ ઉપયોગ માટેના રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેરરીતિપૂર્વક ગેસ કાઢી તેનો સંગ્રહ કરાતો હોવાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો. ઇસ્કોન ઇલેવન સેક્ટર-11 પાછળ ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલી આ કથિત ગેરરીતિનો ભાવનગર એસ.ઓ.જી.એ પર્દાફાશ કરી એક શખ્સ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી, ધરપકડ કરી હતી. ભાવનગર એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, ઇસ્કોન ઇલેવાન સેક્ટર - 11 પાછળ બુધેલ-સીદસર રોડ પર આવેલા બાવળની કાંટ નજીકના ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ શખ્સ સુપર કેરી નં. GJ 04 AW 9704 (છોટા હાથી)માં ભારત અને ઇન્ડેન ગેસના બાટલા રાખી ગેસમાંથી પાઇપો વડે ગેસની ચોરી કરી, સંગ્રહ ખોરી કરતો હોવાની બાતમી રાહે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તપાસ દરમિયાન ભારત ગેસના ત્રણ અને ઇન્ડેન કંપનીના બે એમ કુલ પાંચ સિલિન્ડર જોવા મળ્યા હતા. વધુ તપાસ કરતાં સુપર કેરીમાંથી ભારત ગેસના નવ અને ઇન્ડેન કંપનીના નવ એમ કુલ 18 સિલિન્ડર મળી આવ્યા હતા. સાથે ડિલિવરી સંબંધિત સ્લીપો પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રાહકોને ડિલિવરી માટે લઈ જવામાં આવતા ભરેલા સિલિન્ડરમાંથી થોડો-થોડો ગેસ કાઢી ખાલી સિલિન્ડરમાં ભરી તેનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું રમેશ રવજીભાઇ બારૈયા નામના શખ્સે જણાઇ આવતા પોલીસે સંબંધિત દસ્તાવેજો સહિત રૂ.9,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.કરી આરોપી રમેશભાઈ રવજીભાઈ બારૈયા સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધી, ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસ સિલિન્ડરની કિંમત 921 રૂપિયા આંબી ગઈ છે ત્યારે આટલી રકમ ખર્ચીને પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને અધૂરા બાટલા આપવાનું કારસ્તાન ગંભીર છે. રૂપિયા 921ના ઉંચા ભાવે ગેસનો બાટલો ખરીદનારા ગ્રાહકોને અધૂરા બાટલા આપી છેતરપિંડી ઝડપાઈ સંગ્રહખોરી કરી વેચાણ કરતો હોવાની શંકા આરોપી રમેશ બારૈયા સીધો એક સિલિન્ડર ખાલી કરવાને બદલે અનેક ભરેલા સિલિન્ડરમાંથી ખબર ન પડે તેટલી માત્રામાં ગેસ કાઢતો હતો. ગ્રાહકને વજનમાં તફાવત તરત જણાય નહીં તે રીતે ગેસ ટ્રાન્સફર કરી અલગ સિલિન્ડરોમાં સંગ્રહ કરવામાં આવતો હતો. ડિજિટલ વજન કાંટા અને ખાસ ભુંગળીનો ઉપયોગ સૂચવે છે કે આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવતી હતી. આવા પ્રકારનું ગેરકાયદે ગેસ ટ્રાન્સફર આગ અને વિસ્ફોટનું ગંભીર જોખમ પણ ઊભું કરે છે.
Read Original Article →