ભાવનગર LCBએ ચાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:ગારિયાધારમાં ત્રણ અને નવસારીની એક દુકાનમાં ચોરી કરી, આરોપી પાસેથી રૂ.1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Gujarat6/10/2026, 1:00:38 PM
ભાવનગર LCBએ ચાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:ગારિયાધારમાં ત્રણ અને નવસારીની એક દુકાનમાં ચોરી કરી, આરોપી પાસેથી રૂ.1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગારીયાધાર બાયપાસ રોડ પર સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ નજીકથી અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા એક રીઢા તસ્કરને શંકાસ્પદ મોટરસાયકલ અને તાળા તોડવાના સાધનો સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, સાબુ-શેમ્પુનો જથ્થો અને મોબાઇલ ફોન સહિત કુલ ₹1.13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ શખ્સે ગારીયાધારની ત્રણ અને નવસારીની એક મળી કુલ ચાર દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે તેને ગારીયાધાર પોલીસના હવાલે કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની બાતમીના આધારે વોચ અને ધરપકડ એલસીબી સ્ટાફના માણસો જ્યારે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા, ત્યારે અગાઉ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો વિજય ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણા (ઉ.વ. 35, હાલ રહે. ગારીયાધાર, મૂળ રહે. સિહોર) ગારીયાધાર બાયપાસ રોડ પર શંકાસ્પદ બાઇક સાથે ઊભો હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરીને તેની અટકાયત કરી હતી. તેની પાસે રહેલા નાણાં અને સામાનના કોઈ બિલ કે આધાર પુરાવા ન મળતા અને તે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે તેને શંકાસ્પદ મિલકત ગણી કાયદેસરની ધરપકડ કરી હતી. પોલીસે કૂલ 1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો આરોપીની પૂછપરછમાં ચાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચની સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ છેલ્લા બે મહિનામાં કરેલી ચોરીઓની કબૂલાત આપી હતી. એક મહિના પહેલા ગારીયાધારમાં ગાંધી ચોક ખાતે આવેલી 'જલારામ સાબુ સોપ' નામની દુકાનમાંથી સાબુ, શેમ્પુ અને રોકડની ચોરી કરી હતી. તેના બે દિવસ બાદ મેઇન બજારમાં રામોશા સ્કુલની સામે આવેલ 'પારેખ પ્રોવિઝન સ્ટોર' અને 'શેફી હાર્ડવેર' નામની દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આશરે બે મહિના પહેલા નવસારીના જુના થાણા પુષ્પાંજલી એપાર્ટમેન્ટમાં આવેલ 'આઇડીયા એડવાઇઝીંગ' નામની દુકાનમાંથી રોકડ નાણાંની ચોરી કરી હતી. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને ગારીયાધાર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે, તેમજ નવસારી ખાતે થયેલી ચોરી અંગે ત્યાંની સ્થાનિક પોલીસને પણ જાણ કરવા તજવીજ હાથ ધરી છે.
Read Original Article →