આંકડા લખાવી વેપાર કરનારાઓનો પર્દાફાશ:મહુવામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર ઝબ્બે

Gujarat4/11/2026, 12:32:33 AM
ભાવનગરના મહુવામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મહુવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રેડ કરતા પોલીસને જુગાર રમતા આરોપીઓને પકડી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ચારેય શખ્સો મુખ્ય સુત્રધારને ફોન કરી આંકડા લખાવી રૂપિયાનો વેપાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહુવાના વાસીતળાવ વિસ્તારમાં કેટલાક ઉમરલાયક વ્યક્તિઓ જાહેરમાં વરલી મટાકનો જુગાર રમતા હોવાની મહુવા પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે દરોડા પાડતા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જે દરમિયાન દિપક મોહનભાઇ કળસરીયા (ઉ.વ.65, રહે. જનતા પ્લોટ નં. 1, મહુવા), આતુ લાખાભાઇ ધુંધળવા (ઉ.વ.75, જનતા પ્લોટ નં. 2), અરવિંદ બાબુભાઇ નિમાવત (ઉ.વ.64, રહે. પટેલ શેરી, ગામ વાઘનગર) શામજી અરવિંદભાઇ યાદવ (ઉ.વ.43, રહે. દેવળીયા, મહુવા)ની ધરપકડ કરી હતી . પોલીસે પકડેલા ચારેય આરોપીઓ મુખ્ય સુત્રધાર રવી અરવિંદભાઇ ગોહિલને ફોન કરી મોબાઇલમાં આંકડા લખાવી, રૂપિયાનો વેપાર કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું.
Read Original Article →