પંજાબ નેશનલ બેંક દ્વારા વિતરણ:દિવ્યાંગ બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીન વિતરણ કરાયું

Gujarat4/11/2026, 12:20:11 AM
પંજાબ નેશનલ બેંક દ્વારા વિતરણ:દિવ્યાંગ બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીન વિતરણ કરાયું
પાર્થ યુવા મંડળ દ્વારા ભાવનગર રૂરલના દિવ્યાંગ બહેનો પોતાની રીતે પગભર બની શકે અને ઘરની જવાબદારીમાં મદદરૂપ થાય તેવા હેતુસર રોજગારી માટે સિલાઈ મશીન વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સિલાઈ મશીન પંજાબ નેશનલ બેંક સીએસઆર ફંડ અંતગર્ત દિવ્યાંગ બેહનોને આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પંજાબ નેશનલ બેંક રામવાડી ભાવનગરના ચીફ મેનેજર ક્રિતેષભાઈ ભટનાગરનું સન્માન દિપકભાઇ ભડીયાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાભાર્થી બારડ કોમલબેન, ડાભી પારૂલબેનને સિલાઈ મશીન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા.આભારવિધિ પાર્થ યુવા મંડળ જિલ્લા મહિલા પ્રતિનિધિ પાયલબેન કાનજીભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.
Read Original Article →