CPM પણ લડશે ચૂંટણી:કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીમાં CPM ઝંપલાવશે

Gujarat4/5/2026, 12:25:10 AM
ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયત પાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાં આજે નવું રાજકીય સમીકરણ બહાર આવ્યું છે. સીપીએમ દ્વારા પણ ચૂંટણી લડવા મન મક્કમ કરી લેવાયું છે. ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદીની ભાવનગર જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા, સિહોર અને ઘોઘા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા સમિતિની બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકા, પાલીતાણા નગરપાલિકા તથા કેટલીક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો લડવા માટેનો નિર્ણય કરાયો હતો. સીપીઆઈએમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવા માટે ઉમેદવારો ઊભા રાખશે. સીપીએમ પોતાની ઉમેદવારો 8મી એપ્રિલે નક્કી કરશે તથા 9મી એપ્રિલે તેની જાહેરાત કરવામાં આવશે. ભાજપના નિરીક્ષકો ગયા, લોબિંગ શરૂ આગામી ચૂંટણીઓ માટે પ્રદેશ કક્ષાએથી ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુકોના સેલ્સ લેવામાં આવ્યા હતા. નિરીક્ષકો દાવેદારોને સાંભળી ચાલ્યા ગયા પરંતુ હવે દાવેદારો દ્વારા પોતાના ગોડફાધરો થકી લોબિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સંઘ અને જુના જોગીઓને પણ મળી પ્રદેશ કક્ષાએ ઉમેદવારોની પસંદગીમાં દબાણ માટે સતત પ્રયાસો શરૂ થયા છે. આવી પરિસ્થિતિમાં સારા કરતાં મારાને પ્રાધાન્ય મળવાના પણ ચાન્સ વધી જાય છે.
Read Original Article →