ઉમેદવારો જાહેર થતાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો:ટિકિટ કપાતા વિરોધ પક્ષના પૂર્વ નેતાની રાહુલ ગાંધીને આત્મવિલોપનની ચીમકીનો ચકચારી ઓડિયો વાયરલ
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરતા જ આંતરિક વિખવાદ ચરમસીમા પર બહાર આવ્યો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતાની ટિકિટ કપાતા તેમની સાથે નિરીક્ષક અને પૂર્વ નેતા સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસના નિરીક્ષકે જ કોરા મેન્ડેડ આપ્યાનું સ્વીકાર્યું હતું. જે મુદ્દે પૂર્વ નેતા જીતુભાઈ સોલંકીએ રાહુલ ગાંધી સમક્ષ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં વિવાદો વધી રહ્યા છે. વિવાદો ન થાય તે માટે જ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા ન હતા. પરંતુ ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને લઇ વિવાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો છે. ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસની પેનલ વિજેતા બને છે. જે વોર્ડમાં નગરસેવક તરીકે છેલ્લી ટર્મના વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન જીતુભાઈ સોલંકી અને તે પૂર્વેના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે મતભેદ ઉભા થયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી સમયે પણ વિરોધ પક્ષના નેતા તરીકે જીતુભાઈ સોલંકીનો અભિપ્રાય લેવામાં આવતો હતો. પરંતુ તેના વોર્ડમાંથી કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેમનું નામ જ કમી થઈ ગયું હતું. અન્ય ત્રણ ઉમેદવારો જાહેર કરાયા હતા. જેથી ગિન્નાયેલા જીતુભાઈ સોલંકીએ ભરતભાઈ બુધેલીયા તેમજ પ્રદેશ નિરીક્ષક હરિભાઈ ભરવાડ સાથે થયેલી વાતચીત અને આક્રમક વલણનો ઓડિયો વાયરલ થયો છે. જે ઓડિયોમાં કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને પ્રદેશ નિરીક્ષક દ્વારા લેવાતા સેન્સ માત્ર ઔપચારિક હોવાનું સાબિત થયું હતું. ઓડિયોમાં પણ પ્રદેશ નિરીક્ષક હરિભાઈ ભરવાડ દ્વારા સ્થાનિક આગેવાનોને કોરા મેન્ડેડ આપી દેવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પક્ષ માટે અયોગ્ય હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે. તદુપરાંત ટિકિટ કપાતા અને વિરોધ પક્ષના નેતા તરીકે પોતાની અવગણના થતા રાહુલ ગાંધી અમદાવાદ કે ભાવનગર આવશે ત્યારે તેની સામે આત્મવિલોપન કરવાની તેમજ પ્રદેશ કક્ષા સુધી ફરિયાદ કરવાની પણ હરિભાઈ ભરવાડને ઓડિયોમાં જીતુભાઈ સોલંકીએ ચીમકી આપી હોવાનું વાયરલ થતાં રાજકીય હડકંપ મચી ગઈ છે. ઓડિયોમાં શું હતી વિવાદાસ્પદ વાતચીત
Read Original Article →