પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા સેવાકાર્ય:શહેર ભાજપે મહાપુરુષોની પ્રતિમાની સાફ-સફાઈ કરી, પુષ્પાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો

Gujarat6/10/2026, 9:25:24 AM
પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા સેવાકાર્ય:શહેર ભાજપે મહાપુરુષોની પ્રતિમાની સાફ-સફાઈ કરી, પુષ્પાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જનતામાં સ્વચ્છતા તેમજ રાષ્ટ્રભક્તિનો સંદેશ પહોંચાડવાના હેતુથી આજે 10 જૂને શહેરના રૂપમ ચોક ખાતે આવેલા શહીદ ભગતસિંહ સ્મારક સહિતના મહાપુરુષોની પ્રતિમાઓની સાફ-સફાઈનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા પ્રતિમાઓને સ્વચ્છ કરી, પુષ્પાંજલિ અર્પણ કરીને આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓનો સેવાના કાર્યમાં જોડાઈને જનસેવાનો સંકલ્પ આ પ્રસંગે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ કુમાર શાહ અને મેયર ઉષાબેન સહિત સંગઠનના મહામંત્રીઓ, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વિવિધ મોરચા-સેલના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્યે મેળવેલી વિકાસની ઉપલબ્ધિઓને યાદગાર બનાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓએ સેવાના આ કાર્યમાં જોડાઈને જનસેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
Read Original Article →