મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર કુંભારવાડાનો શખ્સ ઝડપાયો:મહિલાને બે વખત ગર્ભ રાખી ઢીકાપાટુનો મારમારી ગર્ભપાત કરાવ્યુ, આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો

Gujarat5/27/2026, 1:22:51 PM
મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર કુંભારવાડાનો શખ્સ ઝડપાયો:મહિલાને બે વખત ગર્ભ રાખી ઢીકાપાટુનો મારમારી ગર્ભપાત કરાવ્યુ, આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી પરિચયમાં આવેલા શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી મહિલાને ઢીકાપાટુનો મારમારી ગર્ભપાત કરાવ્યું હતું તેમજ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મહિલા સાથે દુષ્કર્મ આચનાર શખ્સને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરાયો હતો. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બે દિવસ પૂર્વે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી મહિલા એ નોંધાવેલી ફરિયાદ મુજબ મહિલાને અંદાજે ચાર વર્ષ પહેલાં સબંધીના લગ્ન પ્રસંગ દરમિયાન શહેરના વિર મેઘનગર, કુંભારવાડા ખાતે રહેતા હરપાલ રમેશભાઈ સોલંકી સાથે તેનો પરિચય થયો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી ઓળખાણ બાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી અને ત્યારબાદ શખ્સે મહિલા સાથે સતત સંપર્કમાં રહી પ્રેમસંબંધ બાંધ્યો હતો. હરપાલે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરાયો આ દરમિયાન શખસે મહિલાને બે વખત ગર્ભ રાખી દીધો હતો પરંતુ, શખ્સે મહિલાને ઢીકાપાટુનો માર મારી ગર્ભપાત કરાવ્યું હતું. અને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જેથી, મહિલા સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હરપાલ રમેશભાઈ સોલંકી સામે BNS કલમ 64(2)M, 69, 115(2) અને 351(2) મુજબ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી મહિલા સાથે દુષ્કર્મ આચરનાર તેમજ તેને ઢીકાપાટુનો માર મારનાર શખ્સ હરપાલ રમેશભાઇ સોલંકી ને શહેરના કુંભારવાડા સર્કલ વિસ્તારમાંથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
Read Original Article →