ભાવનગરમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે શનિ-રવિ પાણી કાપ:જેટકોના મેઈન્ટેનન્સને કારણે અડધા શહેરમાં પાણી સપ્લાય ખોરવાશે, 5થી 6 કલાક વહેલું મોડું આવશે
ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા શહેરના નાગરિકો માટે એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. જેટકો (GETCO) દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 16 મે શનિવાર અને 17 મે રવિવાર ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજકાપ રહેશે, જેના કારણે પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડશે.ભાવનગર શહેરમાં જ્યારે ગરમીનો પારો સરેરાશ 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે શહેરના અડધા ભાવનગરના હજારો નાગરિકોએ પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરમાં સતત છેલ્લા 5 દિવસ થી ગરમીનો પારો સરેરાશ 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં કાળજાળ ગરમીમાં પાણી કાપ ભોગવવા પડશે, જેમાં 50 થી 60 હજાર લોકોને પાણી કાપ ભોગવવો પડશે. 16 મે શનિવારના રોજ મોડું પાણી મળશે
ચિત્રા ફિલ્ટર આધારિત પમ્પિંગ બંધ રહેવાના કારણે નીચે મુજબ ફેરફાર રહેશે, મોડું પાણી મળશે (2 થી 6 કલાક મોડું) જેટકો ESR હેઠળના વિસ્તારોમાં 11 વાગ્યા પછી 2 થી 3 કલાક મોડું પાણી આવશે. જેમાં ચિત્રા ESR વિસ્તાર ઈશ્વરનગર, સત્યમ-શિવમ-સુંદરમ, અંજલિપાર્ક, અમર પાર્ક વગેરેમાં 5 થી 6 કલાક મોડું પાણી મળશે. ફુલસર GLR વિસ્તાર માં આવતા આનંદજી પાર્ક, શિવશક્તિ, પ્રધાનમંત્રી આવાસ યોજના-16, 30, 36, 80 વગેરે માં પણ 5 થી 6 કલાકનો વિલંબ થશે. પાણી સપ્લાય સવારે 9 થી 12 સંપૂર્ણ બંધ રહેશે
મેપાનગર, સરિતા પેલેસ, શિવનગર, હરિઓમ નગર, મિલેટ્રી સોસાયટી, દેસાઈનગર, શાંતિનગર, ચિત્રા ગામતળ, રાજનગર, એસ.ટી. સોસાયટી જેવા વિસ્તારોમાં સવારે પાણી મળશે નહીં, કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અક્ષર પાર્કમાં પણ સપ્લાય બંધ રહેશે. 17 મે રવિવારના સવારે 9થી બપોરે 1 વાગ્યા પાણી સપ્લાય બંધ
17 મે રવિવારના રોજ તરસીમીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે મરામતને કારણે સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન પાણી સપ્લાય બંધ રહેશે. વર્ધમાન ESR વિસ્તારોમાં આવતા શિવનગર-1, ગાયત્રીનગર, શ્રીનાથજીનગર, અધેવાડા ગામ, તળાજા રોડ, શેત્રુંજી રેસીડેન્સી-1, 2, 3, 4 વગેરે. દિલબહાર ESR વિસ્તારોમાં આવતા કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન વિસ્તાર, સાગવાડી અને તેની આસપાસના વિસ્તારો. બાલયોગીનગર ESR વિસ્તારોમાં આવતા અકવાડા, પંચવટી ચોક, લાખાવાડ, રુવા ગામ, પીપલ સોસાયટી, વારાહી સોસાયટી, પ્રગતિ, અને મીની હીરાબજાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આ સિવાયના અન્ય વિસ્તારોમાં પાણીનો સપ્લાય તેના રાબેતા મુજબના સમયે ચાલુ રહેશે.
Read Original Article →