વેપારીએ એપ ડાઉનલોડ કરતા જ બેંકખાતામાંથી 7.87 લાખ ઉપડી ગયા:વોટ્સએપ હેક થયુ ને એમેઝોન, પૈસા બાજાર અને વન મની જેવી એપના ઓટીપીના મેસેજ મોબાઈલમાં આવવા લાગ્યા

Gujarat6/9/2026, 5:08:07 PM
વેપારીએ એપ ડાઉનલોડ કરતા જ બેંકખાતામાંથી 7.87 લાખ ઉપડી ગયા:વોટ્સએપ હેક થયુ ને એમેઝોન, પૈસા બાજાર અને વન મની જેવી એપના ઓટીપીના મેસેજ મોબાઈલમાં આવવા લાગ્યા
ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલી જૈન સોસાયટીમાં રહેતા અને 'માં શક્તિ ઓઈલ' નામની દુકાન ધરાવતા વેપારી હાર્દિકભાઈ ભરતભાઈ સંઘવી સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. 5 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે એક અજાણ્યા નંબરેથી તેમના વોટ્સએપ પર 'RTO ઈ-ચલણ' નામની એક એપીકે (APK) ફાઈલ આવી હતી. વેપારીએ આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી હતી. જો કે, એપ્લિકેશનમાં આધાર કાર્ડ અને પાનકાર્ડની વિગતો માંગવામાં આવતા, તેમણે આ વિગતો ભરી નહોતી. વેપારીના બેંક એકાઉન્ટમાંથી 7.87 લાખના ટ્રાંઝેક્શન થયા આમ છતાં, એપ્લિકેશન ઈન્સ્ટોલ થતાની સાથે જ તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને બંધ પડી ગયું હતું. ત્યારબાદ તેમના મોબાઈલ પર એમેઝોન, પૈસા બજાર અને વન મની જેવી એપ્લિકેશન્સના ઓટીપી (OTP) મેસેજ આવવા લાગ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન થોડી જ વારમાં અજાણ્યા સાયબર ગુનેગારોએ વેપારીના બેંક ખાતામાંથી જુદા-જુદા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને કુલ ₹7,87,612 ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું જણાતા, વેપારી હાર્દિકભાઈએ આ મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ (BNS) કલમ 348(4), 319(2) તેમજ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →