ભાવનગરમાં ગરમીના પારો ગગડ્યો:તાપમાન 2.3 ડિગ્રી ઘટતા લોકોને રાહત, 37.9 ડિગ્રીએ પહોંચ્યો, ભેજનું પ્રમાણ 38 ટકા નોંધાયું

Gujarat5/21/2026, 1:40:31 PM
ભાવનગરમાં ગરમીના પારો ગગડ્યો:તાપમાન 2.3 ડિગ્રી ઘટતા લોકોને રાહત, 37.9 ડિગ્રીએ પહોંચ્યો, ભેજનું પ્રમાણ 38 ટકા નોંધાયું
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, અઠવાડિયાની શરૂઆતમાં ગરમીનો પારો સામાન્ય રહ્યો હતો, પરંતુ રવિવારે આકરા ઉનાળાનો અહેસાસ થયો હતો ત્યારબાદ ક્રમશઃ તાપમાન નો પારો ઘટાડો થયો હતો . આજરોજ ઘટીને 37.9 ડિગ્રી પહોંચી જતા તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી થોડી રાહત થઈ હતી, ભાવનગર સહિત રાજ્યભરમાં ગરમીનો અંતિમ રાઉન્ડ શરૂ થયો હતો ત્યારે લોકો ફરી આખરી ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે ગઇકાલે તાપમાનનો પારો 40.2 ડિગ્રી પહોંચ્યા હતો જે આજે તાપમાન પારો 2.3 ડિગ્રી નો ઘટાડો સાથે 37.9 ડિગ્રી પહોંચતા ગરમીથી મહદઅંશે રાહત પહોંચી હતી, તો બીજી તરફ 24 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ હતી,જ્યારે ભેજનું પ્રમાણ 38 ટકા રહેવા પામ્યું હતું. છેલ્લા પાંચ દિવસનું તાપમાન નો પારો તા.15 મે ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 53 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.16 મે ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.17 મે ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 35 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.18 મે ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 35 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.19 મે ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 38 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.20 મે ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 50 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.21 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 38 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
Read Original Article →