વાવડી ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ભાવનગર અને સુરતનો શખ્સ ઝડપાયો; ₹12.16 લાખના દાગીના રિકવર

Gujarat6/8/2026, 9:51:07 AM
વાવડી ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ભાવનગર અને સુરતનો શખ્સ ઝડપાયો; ₹12.16 લાખના દાગીના રિકવર
ભાવનગર જિલ્લાની વલ્લભીપુર પોલીસે એક મોટી સફળતા મેળવીને વાવડી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી બે શખ્સોને ચોરીના સોનાના દાગીના સાથે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 10.08 તોલા સોનાના વિવિધ દાગીના સહિત કુલ ₹12,16,380ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બે આરોપીને પોલીસે દબોચ્યા બનાવની વિગત એવી છે કે, વલ્લભીપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. ભલગરીયા અને તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ઇન્ચાર્જ પી.આઈ.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાવડી ગામની ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા સહ-આરોપીઓ વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસે ઊભેલા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ત્યાંથી બે શખ્સને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પૂછપરછમાં ચોરીના દાગીના છુપાવ્યા હોવાની કબૂલાત કરી પોલીસે બંને શખ્સની અટકાયત કરીને કડક પૂછપરછ શરૂ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને વાવડી ગામે થયેલી ઘરફોડ ચોરીના સોનાના ઘરેણાં પોતાની પાસે રાખ્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી રિકવર કરાયેલા સોનાના દાગીનાની વિગત પોલીસે આ તમામ આશરે 10.08 તોલા સોનાના દાગીના (કુલ વજન 198 ગ્રામ) કબ્જે કરીને બંને આરોપીઓ વિરૂદ્ધ ધોરણસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →