એસ.ટી વિભાગ દ્વારા સંચાલન થકી રૂા.1.41 કરોડની આવક:‘ઝીરો બ્રેકડાઉન’ અને કાર્યક્ષમ આયોજનથી મુસાફરોને મળી વધુ સુવિધા, ઓનલાઈન ટિકિટ બુકિંગમાં 46,788 સીટોનો વધારો, આવકમાં રૂ. 76 લાખનો ઉછાળો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગે એપ્રિલ-26 ની સરખામણી એ મે-26 મા ભાવનગર વિભાગ દ્વારા રદ કી.મી. નુ પ્રમાણ ઘટાડી '0' બ્રેકડાઉન તેમજ વેકેશન દરમિયાન મુસાફર જનતા ને વધુને વધુ સુવિધા પુરી પાડવાના અભિગમ સાથે સુચારૂ આયોજન થકી 70 હજાર કી.મી. નુ વધુ સંચાલન હાથ ધરવામા આવેલ હતું. એપ્રિલ 26 ની આવકની સરખામણી એ મે 26 મા ભાવનગર વિભાગ દ્વારા હાથ ધરાયેલ સંચાલન થકી રૂા.1,41,19,000 વધુ આવક પ્રાપ્ત કરેલ છે, ભાવનગર વિભાગની એપ્રિલ મહિના ની તુલના એ મે મહિના મા ઓનલાઈન રીઝર્વેશનના માધ્યમ થી મે મહિના મા મુસાફરો દ્વારા 46788 જેટલી વધુ સીટો બુક કરેલ જેના થકી વિભાગની રીઝર્વેશન આવકમા રૂા.76,92,000 નો વધારો થયો હતો, એપ્રિલ 26 ની સરખામણી એ મે મા ભાવનગર વિભાગ દ્વારા હાથ ધરાયેલ સંચાલન થકી વિભાગની પ્રતિ કી.મી. આવક મા રૂા.2.60 નો વધારો થવા પામેલ છે. તદઉપરાંત વિભાગના ભાવનગર તેમજ મહુવા કેન્દ્ર દ્વારા તેમના ડેપોનો સંચાલન ખર્ચ કવર કરી અનુક્રમે 50 લાખ તેમજ 8 હજાર વધુ આવક મેળવેલ છે, ભાવનગર વિભાગના વિભાગીય નિયામક1 આર.ડી.પીલવાઈકર એ જણાવ્યું હતું કે, આગામી સમયમા પણ મુસાફર જનતાની સુગમ સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ સતત પ્રયત્નશીલ રહેશે..
Read Original Article →