ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માત:કાર ચાલકે બાઇક સવાર યુવકને કચડ્યો, માથામાંથી અતિશય લોહી વહી જતા ઘટનાસ્થળે જ મોત

Gujarat5/16/2026, 4:26:49 AM
ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માત:કાર ચાલકે બાઇક સવાર યુવકને કચડ્યો, માથામાંથી અતિશય લોહી વહી જતા ઘટનાસ્થળે જ મોત
ભાવનગર-સોમનાથ હાઇવે પર આવેલા લાખણકા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા 40 વર્ષીય બાઈક સવાર ભરત બેબાભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો છે. લાખણકા ચોકડી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ​આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગરના ઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરત બેબાભાઈ સોલંકી (ઉં.વ.40) વાલુકડ ગામે સોલાર પેનલ ફિટિંગનું કામ પતાવીને સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તેઓ તેમના કોન્ટ્રાક્ટર શંકરભાઈની મોટરસાયકલ જીજે-04-એફબી-4319 લઈને આવી રહ્યા હતા. ત્યારે ​સાંજના આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે ભરતભાઈ ભાવનગર-સોમનાથ હાઇવે પર બુધેલ ગામ નજીક આવેલી લાખણકા ચોકડી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. માથામાંથી અતિશય લોહી વહી જતા ઘટનાસ્થળે જ મોત આ દરમિયાન ભાવનગર તરફથી અતિ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક સફેદ રંગની વર્ના કારે જીજે-04-ઇએ-8008 તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. ​ટક્કર એટલી જોરદાર હતી કે ભરતભાઈ રોડ પર ફંગોળાયા હતા તેમને માથાના ભાગે, જમણી આંખ ઉપર કપાળમાં તેમજ ડાબા હાથ અને ડાબા પગે ગંભીર ફ્રેક્ચર જેવી જીવલેણ ઈજાઓ થઈ હતી. માથામાંથી અતિશય લોહી વહી જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ ​અકસ્માતની જાણ થતાં જ મૃતકના મોટાભાઈ મુકેશભાઈ સોલંકી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ મૃતદેહને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે વરતેજ સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા મૃતકના ભાઈ મુકેશભાઈની ફરિયાદના આધારે પોલીસે વર્ના કાર GJ-04-EA-8008 ના અજાણ્યા ચાલક વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →