પોલીસ બેડામાં બદલી:ભાવનગર એસઓજી પીઆઈ સુનેસરાની સાયબરમાં બદલી

Gujarat4/5/2026, 12:17:44 AM
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 500થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલીના નિર્ણય બાદ ભાવનગર જિલ્લામાં પણ નવા પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારીઓની નિમણૂકો કરવામાં આવી છે. જેના અનુસંધાને ભાવનગર એસ.પી નિતેશ પાંડેય દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઇન્સ્પેક્ટરોને મૌખિક રીતે ચાર્જ સોંપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, તેમજ પીઆઇ ડી.યુ. સુનેસરાની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. સાત પી આઇ ની નિમણૂકો કરાઈ છે જેમાં કે.એ. ગઢવીને દાઠા પોલીસ સ્ટેશન, જે.જી. મોડને ઉમરાળા પોલીસ સ્ટેશન, આર.બી. ચૌહાણને ગારિયાધાર પોલીસ સ્ટેશન, જે.આર. દેસાઈને સોનગઢ પોલીસ સ્ટેશન, એચ. કે સોલંકીને મહુવા પોલીસ સ્ટેશન, એમ.એમ. સરવૈયાને વલભીપુર પોલીસ સ્ટેશન, કે.કે. રાઠોડને બગદાણા પોલીસ સ્ટેશન તેમજ ડી.યુ. સુનેસરાને SOG માંથી સાયબર સેલમાં ફરજનો ચાર્જ મૌખિક રીતે સોંપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મૌખિક નિમણૂકોને કારણે પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ જામ્યો છે, કારણ કે સત્તાવાર આદેશોની રાહ જોવાઈ રહી હતી. જોકે હજી સુધી આ અંગે અધિકૃત પુષ્ટિ બહાર આવી નથી. શહેર જિલ્લામાં હજુ પણ ઇન્ચાર્જ અધિકારીઓથી પોલીસ મથકનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે તેવા પોલીસ મથકોમાં પણ કાયમી પી આઈની નિમણુંક થાય તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ એસઓજીના પીઆઈ સુનેસરાની અચાનક સિંગલ મૌખિક ઓર્ડરથી બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ઉતેજના ફેલાઈ છે.
Read Original Article →