ભાવનગરમાં શનિ જયંતિ, શનિ અમાસનો દુર્લભ સંયોગ:સાંઈબાબા મંદિરે શ્રી સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ મેઘાણી સર્કલ ભાવનગર દ્વારા વિશેષ આયોજન
ભાવનગરના મેઘાણી સર્કલ સ્થિત શ્રી સાંઈબાબા મંદિરે 16 મે, 2026ના રોજ શનિ જયંતિ અને શનિ અમાસનો દુર્લભ સંયોગ ઉજવાયો હતો. શ્રી સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે શનિ જયંતિ, શનિ અમાસ અને શનિવારનો દિવસ એકસાથે આવતા આ એક શુભ સંયોગ બન્યો હતો. આ અવસરે શનિદેવની મહાપૂજા અને તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. સવારના 5:30 વાગ્યાથી પૂજાનું આયોજન કરાયું હતું. ભક્તો દ્વારા શનિદેવને તેલ, ગોળ અને કાળા વસ્ત્રો અર્પણ કરીને પૂજા કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મહાઆરતી અને કેક કાપવા જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. સાંજના સમયે દૂધનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો. શ્રી સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સવારથી જ ભાવિક ભક્તો માટે શેરો અને ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. સ્વયંસેવક પાર્થ વાજાએ જણાવ્યું હતું કે ગુજરાતના મીની શિરડી ગણાતા આ મંદિરમાં ભક્તોની સુવિધા માટે ગરમીને ધ્યાનમાં રાખીને કુલર અને લીલી નેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
Read Original Article →