રામ દરબારમાંથી પરત આવતા કાકા-ભત્રીજાને કાળ ભેટ્યો:ભાવનગર રિંગ રોડ પર બેકાબૂ કાર બાઇકને અડફેટે લઈ ટેન્કર પાછળ ઘૂસી, પરિવારમાં આક્રંદ
ભાવનગર શહેરના રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે ગત(6 જૂન) મોડી રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવાર બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર બંધ ટેન્કર સાથે અથડાઈ હતી. ઘટનામાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિને પણ ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાકા-ભત્રીજો રામ દરબારમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારમાં બે મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે. બાઇકને અડફેટે લઈ કાર ટેન્કરમાં ઘૂસી ગઈ
અકસ્માત બાદ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા બંધ ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ હતી. કાર ટેન્કરમાં ઘૂસતા એટલો પ્રચંડ અવાજ આવ્યો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. કાકા-ભત્રીજાના મોત
બાઇક સવાર બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉ.વ 48, રહે. કૈલાશ સોસાયટી ઘોઘારોડ પ્લોટ નંબર 23) અને રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉ.વ 28, રહે. બળવંતરાય સોસાયટી ઘોઘારોડ અકવાડા પ્લોટ નંબર 29) ના રહેવાસી જે બંનેના મોત નિપજ્યા છે. મૃતક કાકા-ભત્રીજો હતા. બાઇક સવાર બે શખસના મોત
સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કારમાં સવાર બે વ્યક્તિને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સર ટી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બંને બાઈક સવારોને મૃત જાહેર કર્યા હતા, ત્યારબાદ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રામ દરબારમાંથી પરત આવતા હતા
મૃતક રાકેશના પિતાએ ભરતનગર પોલીસ મથકમાં GJ-19-BA-1603 કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો દીકરો રાકેશ તથા તેમનો નાનો ભાઈ બેચરભાઈ બંને તેમનું મો.સા.નં GJ-04-DK-9533 લઈને કાળીયાબીડ ખાતે રામ દરબારમાં ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા. આ દરિમયાન શહેરના રિંગ રોડ શ્રીજી પાર્ટી પ્લોટની સામે ફોરવ્હીલ નંબર GJ-19-BA-1603ના ચાલકે તેની કારને પુર ઝડપે બે ફિકરાઇથી ગફલતભરી રીતે ચલાવી તેમના દીકરા તથા ભાઈને અડફેટે લીધા હતા. કાર ચાલક સામે ફરિયાદ
કાકા-ભત્રીજાને ટક્કર માર્યા બાદ કાર ચાલકે કાર રોડ સાઇડમાં પડેલી આર.એમ.સી. ટ્રક સાથે ભટકાડી હતી. જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે BNS કલમ 281, 106(1), 125(b), 324(4), તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પણ વાંચો
વિસનગરમાં રોંગ સાઈડ કારની ટક્કરે એમ્બ્યુલન્સના ફુરચા; CCTV: મહેસાણા હોસ્પિટલ જતા દર્દીને રસ્તામાં જ કાળ આંબી ગયો
મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે 6 જૂન, શનિવારે રાત્રે આશરે 11:15 વાગ્યે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં રોંગ સાઈડથી પૂર ઝડપે અને બેફામ ગતિએ આવતી વેગનઆર કારે, દર્દીને લઈને મહેસાણા જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સને સામેથી પ્રચંડ ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વડનગર તાલુકાના શોભાસણ ગામના 26 વર્ષીય યુવક વિજયકુમાર વસંતજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. (સંપૂર્ણ અહેવાલ વાંચો) પૂરઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી, પાંચના મોત મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક 5 જૂનની રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રણછોડગઢ તા.પંના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →