ચોરાઉ સ્વિફટ કાર સાથે બે શખસ ઝડપાયા:પ્રેસ ક્વાટરના નાકા પાસેથી પેરોલ ફર્લો ટીમે દબોચી લીધા, હાદાનગર સરકારી સ્કુલ સામેથી કાર ચોર્યાની કબુલાત

Gujarat5/15/2026, 7:22:52 AM
ચોરાઉ સ્વિફટ કાર સાથે બે શખસ ઝડપાયા:પ્રેસ ક્વાટરના નાકા પાસેથી પેરોલ ફર્લો ટીમે દબોચી લીધા, હાદાનગર સરકારી સ્કુલ સામેથી કાર ચોર્યાની કબુલાત
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે શહેરના પ્રેસ રોડના નાકા પાસેથી બાતમીના આધારે વોચ ગોઠવીને નંબર પ્લેટ વગરની ચોરાઉ સ્વિફટ કાર સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓએ આશરે બે માસ પૂર્વે હાદાનગર સરકારી સ્કૂલ સામેથી આ કારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે કાર કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંને શખસોને બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપ્યા છે. પ્રેસ ક્વાર્ટરના નાકેથી બંને શખસ દબોચાયા પેરોલ ફર્લો ટીમની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલા શખસોમાં મહેશ અશોકભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 31, રહે. નારી ગામ, ભાવનગર) અને તોસીફ અનસભાઈ સીદાતર (ઉંમર વર્ષ 30, રહે. સર્વોદય સોસાયટી, હાદાનગર, ભાવનગર)નો સમાવેશ થાય છે. આ બંને શખસો જ્યારે કાર લઈને નારી ચોકડીથી ભાવનગર સીટી તરફ આવી રહ્યા હતા, ત્યારે જ પ્રેસ ક્વાર્ટરના નાકે પોલીસ સ્ટાફે તેમને આંતર્યા હતા. ગાડીના જરૂરી કાગળો કે આધાર પુરાવા ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે આ ફોર વ્હીલરને શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી હતી. કાર ગોંદરીવાળા ગ્રાઉન્ડમાંથી ચોરી કરી હતી વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ કાર આશરે બે મહિના પહેલા તોસીફ અનસભાઈ સીદાતર અને ફૈઝલ ઉર્ફે ઘુઘો હનીફભાઈ શાહ (બંને રહે. સર્વોદય સોસાયટી, હાદાનગર) એ હાદાનગર સરકારી સ્કૂલની સામે આવેલા ગોંદરીવાળા ગ્રાઉન્ડમાંથી ચોરી કરી હતી. કાર જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી ત્યારબાદ આ ચોરેલી કાર મહેશ અશોકભાઈ રાઠોડને વેચવામાં આવી હતી. હાલમાં પોલીસે ચોરીની આ ગાડી કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી છે અને ગુનામાં સામેલ શખસો સામે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →