સન્ડે બિગ સ્ટોરી:કોલસાની માંગે વધાર્યો ભાવનગર પોર્ટનો દબદબો, 26 લાખ મેટ્રિક ટન કાર્ગો ઉતર્યો
પડોશી રાજ્યોના ઉદ્યોગોને ઇંધણ તરીકે કોલસાની જરૂરી પડે છે, અને તેના માટે આવા કોલસા આયાત કરવામાં મહત્તમ ભાવનગર બંદરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ભાવનગર પોર્ટ ઉપર 41,873 મેટ્રિન ટન કાર્ગોનું વધારે હેન્ડલિંગ કરવામાં આવ્યુ છે. ભાવનગર બંદર પર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 28,72,854 મે.ટન, 2024-25 દરમિયાન 25,63,665 મે.ટન અને વર્ષ 2025-26 દરમિયાન 26,05,537 મે.ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. ગત વર્ષની સરખામણીએ ભાવનગર બંદર પર કાર્ગો હેન્ડલિંગ વધ્યુ છે, પરંતુ જો 2025-26ની સરખામણી 2023-24 સાથે કરવામાં આવે તો 2,67,317 મે.ટન કાર્ગોની ઘટ છે. ભાવનગર બંદર પર મુખ્યત્વે કોલસા અને લાઇમસ્ટોન જેવા કાર્ગોની આયાત થાય છે અને ક્યારેક મીઠાની નિકાસ અહીંથી કરવામાં આવે છે. ભાવનગર બંદર પર આયાત કરવામાં આવતો તમામ લાઇમ સ્ટોન કાળાતળાવ ખાતે આવેલી નિરમાની ફેક્ટરીમાં જાય છે, જ્યારે આયાત કરવામાં આવતા કોલસાનો મહત્તમ હિસ્સો પણ તેઓનો હોય છે, અને બાકીના કોલસા મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનના ઉદ્યોગકારો દ્વારા ભાવનગર બંદરે લાવી અને પોતાના સ્થળ સુધી લઇ જવામાં આવે છે. શા માટે ભાવનગર બંદર પર પસંદગી?
ભાવનગર બંદર બારમાસી પોર્ટ છે, અને નવા બંદર સુધી રેલવે લાઇન મોજુદ છે, ઉપરાંત ભાવનગર કાર્ગો લાવી અને તેને ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી લઇ જઇ શકાય છે. તેથી આયાતકારો, ઉદ્યોગકારો ભાવનગર પોર્ટને વધુ પસંદ કરી રહ્યા છે. આયાત-નિકાસ વર્ષ 2025-06
Read Original Article →