પાર્કિંગમાં બેઠેલા 4 યુવકો પર અચાનક સ્લેબ પડ્યો, CCTV:ત્રણને ઈજા, ભાવનગરના સુભાષનગર આવાસમાં ગાબડાં પડતા રહિશોમાં ભયનો માહોલ

Gujarat5/25/2026, 10:55:19 AM
પાર્કિંગમાં બેઠેલા 4 યુવકો પર અચાનક સ્લેબ પડ્યો, CCTV:ત્રણને ઈજા, ભાવનગરના સુભાષનગર આવાસમાં ગાબડાં પડતા રહિશોમાં ભયનો માહોલ
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોડી રાત્રે પાર્કિંગમાં સ્લેબનો ભાગ તૂટી પડતા બાઈક પર બેઠેલા ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આવાસ ધારકો દ્વારા આ સંદર્ભે અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવાનો પર અચાનક સ્લેબનો ભાગ તૂટીને પડ્યો ભાવનગરના સુભાષનગર વિસ્તારના પ્લોટ નં.- 28 રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજના જે માત્ર 4.5 વર્ષ પહેલા બનેલા આવાસ ધારકોને સોંપાયા છે. આવાસના બી વિંગમાં ગત મોડી(24મે) રાત્રે પાર્કિંગ વિસ્તારમાં અચાનક સ્લેબનો ભાગ તૂટી પડતા બાઈક પર બેઠેલા ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અવારનવાર ગાબડાં પડવાની ઘટના, રહિશોમાં ભારે રોષ રહિશોના જણાવ્યા મુજબ, આવાસ યોજનામાં અવારનવાર ગાબડાં પડવાની ઘટનાઓ બનતી રહે છે અને ખાસ કરીને ચોમાસામાં પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા રહિશોમાં ભારે રોષ ફેલાયો છે અને તાત્કાલિક મકાનોની મરામત તેમજ સુરક્ષાની માંગ ઉઠી છે. 'અમારે અત્યારે ક્યાં જાવું તાત્કાલિક?, કોઈ ધ્યાન દેતું નથી' આ અંગે આવાસમાં રહેતા ફાલ્ગુનીબેન ડાભીએ જણાવ્યું હતું કે, અમે સુભાષનગર આવાસ યોજનામાં રહીએ છીએ અને કાલ(4મે) સાંજે અમારા ઘરની નીચે મોટું ગાંબડું પડ્યું છે. પાર્કિંગમાં ત્રણ-ચાર છોકરાઓ ગાડી પર બેઠા હતા અને ત્રણ છોકરાને ઈજા થઈ છે. હવે અમારે વારંવાર આવું થાય તો અમારે જાવું ક્યા અમે માંડ-માંડ ગરીબ લોકોએ મકાન વસાવ્યા છે. અને બીજા નંબરમાં કે અમારા નાના છોકરા છે, અમારે કેવી રીતે ક્યાં જાવું, બધી રીતે ચોમાસામાં આવી તકલીફ રહે છે. અમે મધ્યમ વર્ગના લોકો માંડ-માંડ મકાન લઈ અને અમારા ઘરનું ભરણપોષણ કરીએ છીએ, તો અમારે અત્યારે ક્યાં જાવું તાત્કાલિક? અને કોઈ ધ્યાન દેતું નથી બસ અમારી માંગણી એ છે કે અમારા જે મકાનો છે એ બધા સારા કરાવી આપો. 'મનપામાં અરજી આપી, કોઈ નિરાકરણ આવ્યો નથી' આ બનાવ અંગે પ્રધાનમંત્રી આવાસના બી વિંગમાં રહેતા વિમલ ડાભીએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે સવા એક વાગ્યે અહીંયા મારા મિત્રો બાઈક પર પાર્કિગમાં બેઠા હતા. અને જોતાં જ તે અચાનક ગાબડું વગેરે પડ્યું અને સીધો એના પર જ સ્લેબ આવ્યો છે. અને એમાંથી જે ત્રણ લોકો ગાડી ઉપર બેઠા હતા એને ઈજા થઈ છે, અને જેને હોસ્પિટલ સારવારમાં ખસેડ્યા છે. બીજું એકે અવારનવાર અહીંયા આવું રીતના થતું રહે છે. પાછળની જે દુકાનો હતી એમાં પણ ગાબડાં પડેલ છે, ચોમાસામાં પણ ઘણી બધી તકલીફ છે. BMCમાં પણ કેટલીક વાર કહ્યું છે, અરજી આપી છે, પણ હજી સુધી આનો કોઈ નિરાકરણ આવ્યો નથી અને કોઈ અહીંયા જોવા માટે પણ આવતું નથી.
Read Original Article →