ભાવનગરમાં મોંઘવારીનો ડામ:માત્ર 11 દિવસમાં જ પેટ્રોલે ફટકારી 'સદી', ડીઝલ પણ રૂ. 100ની નજીક
રાજ્યમાં મોંઘવારી માર સતત વધી રહ્યો છે, ત્યારે સતત ચોથી વાર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થયો છે. ત્યારે છેલ્લા માત્ર 11 જ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 8નો તોતિંગ વધારો ઝીંકાયો છે, આજરોજ ફરી એકવાર ભાવ વધતા પેટ્રોલે 100 રૂપિયાની સપાટી વટાવી દીધી છે. જ્યારે ડીઝલ પણ સદી ફટકારવાની નજીક પહોંચી ગયું છે. સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાયું
માત્ર 10 જ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતાં સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઈંધણ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં અન્ય ચીજવસ્તુઓ અને પરિવહન પણ મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે. માત્ર 11 દિવસમાં જ પેટ્રોલે ફટકારી ‘સદી’
પેટ્રોલ અને ડીઝલમાં 11 દિવસમાં ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આજરોજ પેટ્રોલમાં રૂપિયા 2.61 અને ડીઝલમાં રૂપિયા 2.71 નો ભાવ વધારો નોંધાયા હતો. જેમાં ભાવનગરમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 103.41 પહોંચ્યો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર રૂપિયા 99.52 એ પહોંચ્યો હતો. પેટ્રોલ અને ડીઝલમાં ક્યારે કેટલો ભાવ વધ્યો?
ભાવનગરમાં પ્રથમ વખત 15 મેના રોજ પેટ્રોલના ભાવ રૂ.3.14 નો ભાવ વધારો થતા રૂ.99.09એ પહોંચ્યો હતો, જ્યારે ડીઝલ નો ભાવ રૂ.3.09નો ભાવ વધારો થતાં 94.87 એ પહોંચ્યા હતો, 19 મેના રોજ પેટ્રોલના ભાવ વધારો રૂ.0.90 પૈસા વધારો થતાં રૂ.99.95 એ ભાવ પહોંચ્યા હતો. જ્યારે ડીઝલનો ભાવ 90 પૈસા નો ભાવ વધારો થતાં 95.79 એ પહોંચ્યા હતો, 23 મેના રોજ પેટ્રોલનો ભાવ વધારો રૂ.0.87 પૈસાના વધારો થતાં રૂ.100.80 પહોંચ્યા હતો, જયારે ડીઝલનો ભાવ 91 પૈસાના ભાવ વધીને 96.70 નો ભાવ પહોંચ્યા હતો, અને આજે ફરી એકવાર 25 મેના રોજ પેટ્રોલનો ભાવ રૂ.2.61નો ભાવ વધીને 103.41 પહોંચ્યો હતો અને ડીઝલ 2.71 નો ભાવ વધી ને 99.52 એ પહોંચ્યો હતો.
Read Original Article →