ડીઝલની અછતથી ગુજરાતનો ખેડૂત બેહાલ:ભાવનગરમાં પેટ્રોલએ 100 ને પાર પહોંચ્યા, 'ટ્રેક્ટર-જમીન વેચી દેવા' જેવા મેણાં સાંભળવા ખેડૂત મજબૂર, સીઝન ટાણે જ ખેતીકામ ખોરંભાયું

Gujarat5/23/2026, 10:05:52 AM
ડીઝલની અછતથી ગુજરાતનો ખેડૂત બેહાલ:ભાવનગરમાં પેટ્રોલએ 100 ને પાર પહોંચ્યા, 'ટ્રેક્ટર-જમીન વેચી દેવા' જેવા મેણાં સાંભળવા ખેડૂત મજબૂર, સીઝન ટાણે જ ખેતીકામ ખોરંભાયું
પેટ્રોલ અને ડીઝલમાં નવ દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ભાવવધારાને પગલે ખેડૂતો, સામાન્ય જનતા અને વાહનચાલકોને મોંઘવારીના આ ડામ પર લોકો પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાં ભાવનગરમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 87 નો વધારો કરતા રૂપિયા 100.81 પહોંચ્યો છે જ્યારે ડીઝલમાં 91 વધારો કરતા 95.75 પહોંચ્યો હતો, આમ, પેટ્રોલએ ભાવનગરમાં સદી ફટકારી હતી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ડીઝલની ભયંકર અછત સર્જાઈ છે, જેને કારણે જગતનો તાત ગણાતો ખેડૂત લાચાર બનીને રસ્તા પર આવી ગયો છે ખેતીની મુખ્ય સીઝન હોવા છતાં ડીઝલ ન મળવાને કારણે રોટાવેટર, કલ્ટીવેટર અને ખાતર વહેંચણી જેવા મહત્વના કામો અટકી પડ્યા છે, ખેડૂતો ડીઝલ મેળવવા માટે 100-100 કિલોમીટર દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે અને સરકાર પાસે તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે, ​સ્થાનિક નાગરિક રાજુભાઈ જણાવ્યું હતું કે, અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે ભાવનગર અને તેની આસપાસના અનેક પંપો પર ડીઝલ જ ઉપલબ્ધ નથી. જે પંપો પર ડીઝલ સ્ટોક છે ત્યાં કીલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે, ​પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પંપ સંચાલકો ખેડૂતોને માત્ર 5 થી 20 લીટર જેટલું મર્યાદિત ડીઝલ જ આપી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે, આટલી મોંઘવારીમાં 5 લીટર ડીઝલ લઈને આવીએ તો એ ખેતરમાં પહોંચતા જ પૂરું થઈ જાય છે. ખેતી કામ કરવું કે આખો દિવસ લાઈનમાં જ ઊભા રહેવું?" ​ગામના ખેડૂત વિરમદેવસિંહ વાઘેલાએ પંપ સંચાલકોની જોહુકમી અને ઉદાસીનતા સામે ભારે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, જ્યારે તેઓ બીજા પંપ પર ડીઝલ લેવા ગયા ત્યારે પંપવાળાઓએ ધસીને કહી દીધું કે, "તમે ટ્રેક્ટર વેચી દો, જમીન વેચી દો અને આનંદ કરો!" ખેડૂતોને સીઝન ટાણે જ આવું સાંભળવું પડે છે કારણ કે કોઈ પંપ પર ડીઝલ સરળતાથી મળતું નથી. ​"અત્યારે ખેડૂતો ફૂલ હેરાન છે. ખેતીની ફૂલ સીઝન છે પણ આ ડીઝલ મળે નહીં તો અમારે શું કામ કરવું?" ​ખેડૂત હિતેશભાઈએ જણાવ્યું કે, ડીઝલ ન હોવાને કારણે વાડીઓમાંથી ટ્રેક્ટર ઊભા રહી ગયા છે. હજી ખેતરોમાં કલ્ટીવેટર મારવાના બાકી છે અને બિયારણ લાવવાના પણ કોઈ ઠેકાણા નથી.60 થી 100 કિલોમીટર દૂરથી ડીઝલ લેવા આવવા ખેડૂતો મજબૂર બન્યા છે, ​બગસરાના ભમર જીવાતા નામના ખેડૂતે પોતાનો બળાપો કાઢતા કહ્યું કે, તેઓ સાવરકુંડલાથી ઠેઠ 60 કિલોમીટર દૂર ડીઝલ માટે આવ્યા છે, પરંતુ ત્યાં પણ માત્ર 20 લીટર ડીઝલ આપવાની વાત કરાતા ખેડૂતો લાચાર બન્યા છે તેમણે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોની આ ખરાબ પરિસ્થિતિનો જલ્દીથી કોઈ ઉપાય લાવવામાં આવે. ગામના ભમ્મર રામભાઈ કાનાભાઈ એ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ 100 કિલોમીટર દૂરથી અહીં આવ્યા છે. પોતે પોલીસ ભરતીની તૈયારી કરે છે, છતાં ખેતી બચાવવા માટે રૂ.500 મજૂરી ખર્ચીને ડીઝલ લેવા દોડવું પડ્યું છે રોટાવેટર અને ખાતરના કામો અટકેલા છે, કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને ભાડાના જંગી ખર્ચા થાય છે તે અલગ, ​હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે ટ્રેક્ટરો અને ખેતીના સાધનો ડીઝલ વિના શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે જો સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ડીઝલનો પુરવઠો સામાન્ય કરવામાં નહીં આવે, તો ચાલુ સીઝનમાં મોટું નુકસાન થવાની અને ખેતી ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
Read Original Article →