શ્રી ભગવદ્ મંડળ-વલ્લભ મંડળ દ્વારા 16મો યુવક-યુવતી પરિચય મેળો યોજ્યો:સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સેંકડો પરિવાર ઉમટ્યા, યોગ્ય જીવનસાથી શોધવા મંચ મળ્યો

Gujarat4/5/2026, 12:44:21 PM
શ્રી ભગવદ્ મંડળ-વલ્લભ મંડળ દ્વારા 16મો યુવક-યુવતી પરિચય મેળો યોજ્યો:સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સેંકડો પરિવાર ઉમટ્યા, યોગ્ય જીવનસાથી શોધવા મંચ મળ્યો
ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે 5 એપ્રિલ 2026ના રોજ શ્રી ભગવદ્ મંડળ અને વલ્લભ મંડળ મેરેજ બ્યુરો દ્વારા 16મો સર્વ ઉચ્ચ જ્ઞાતિ યુવક-યુવતી પરિચય મેળો યોજાયો. આ મેળાનો મુખ્ય હેતુ યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવા માટે પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. સવારથી જ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના પરિચયો આપ્યા. પરિવારો વચ્ચે ખુલ્લી ચર્ચાઓ અને પરસ્પર સમજણ દ્વારા સંબંધોની શક્યતાઓ તપાસવામાં આવી. આ સમગ્ર આયોજન શ્રી ભગવદ્ મંડળના પ્રમુખ જયેન્દ્રભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અને ઉપ-પ્રમુખ દીપકભાઈ મણિયાર સાથેની ટીમના સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કનકબેન શાહ (શિવ શક્તિ હોલ), પુષ્કરભાઈ મહેતા (સહમંત્રી- શ્રી ભગવદ્ મંડળ), રમેશભાઈ મહેતા (સૌરાષ્ટ્ર સમાચાર), પુણેન્દ્રુભાઈ પારેખ (સમસ્ત વણિક પ્રમુખ), નિલેશભાઈ નાણાવટી (ચંદન જ્વેલર્સ અને કોષાધ્યક્ષ-સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) તથા ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, હરેકૃષ્ણ અગ્રવાલ (મુન્નાશેઠ), નિશીથભાઈ મહેતા, ગિરીશભાઈ શાહ, જયવંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ), હર્ષદભાઈ મોદી (તળાજા), કિશોરભાઈ અજમેરા (દિલ્હી), સંજયભાઈ મોદી (તળાજા), સંજયભાઈ શેઠ (અમદાવાદ), ગુણુભાઈ શાહ (પાર્શ્વભક્તિ), અરુણાબેન મોદી (રાજકોટ), જયપ્રકાશભાઈ દોશી (મહુવા), નીતાબેન હર્ષદભાઈ મોદી (મોદી એગ્રો, તળાજા), કિશોરભાઇ સોની (પ્રેમજી વશરામ એન્ડ કંપની) ભાનુમતિ ચીમનલાલ શાહ, વિનોદભાઈ સરવૈયા, મુકેશભાઈ શાહ, સોની હિંમતલાલ પ્રેમજીભાઈ, ફાલ્ગુનીબેન દોશી તેમજ અન્ય સમાજના અગ્રણીઓની વિશેષ હાજરી રહી હતી. પ્રસંગ દરમિયાન ભગવદ્ મંડળ દ્વારા તમામ મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું. મેળામાં થયેલી સીધી મુલાકાતો અને ચર્ચાઓના કારણે અનેક નવા સંબંધો બંધાવાની મજબૂત સંભાવનાઓ ઊભી થઈ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ભગવદ્ મંડળના પુષ્કરભાઈ મહેતા, સી. કે. મહેતા, ઉપેન્દ્રભાઈ શાહ, જયેશાબેન મહેતા, શીલાબેન મહેતા, હેમાબેન પારેખ, મીનાબેન મગિયા, પૂર્વાબેન પારેખ, નીતાબેન ચૌહાણ સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
Read Original Article →