ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાનો આજથી પ્રારંભ:ભાવનગરમાં મનપા ના 13 વોર્ડ માટે પેહલાં દિવસે 165 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

Gujarat4/6/2026, 1:36:12 PM
ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાનો આજથી પ્રારંભ:ભાવનગરમાં મનપા ના 13 વોર્ડ માટે પેહલાં દિવસે 165 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા
ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી ને સંદર્ભે મનપાના 13 વોર્ડ માટે આજથી ફોર્મ ની શરૂઆત થઈ હતી, જેમાં ચાર અલગ અલગ જગ્યાએ ફોર્મ ઉપાડ ની પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 થી 13 વોર્ડમાં કુલ 165 ઉપાડ્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ, ફોર્મ ભરાશે, ફોર્મ ખેંચવાના સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીઓમાં મહાનગરપાલિકા ની 13 વોર્ડ ના 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, ભાવનગરના 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટે, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે તથા જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા નો આજથી પ્રારંભ થયો હતો, જેમાં તા.6 ના રોજ ફોર્મ ઉપાડશે તથા તા.11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, જ્યારે તા.15 ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, મતદાન પ્રક્રિયા તા.26/4 ને રવિવાર ના રોજ યોજાશે, તથા ચૂંટણી તા.28/4 ના રોજ ચૂંટણી પરિણામ યોજાશે. જેમાં પ્રથમ દિવસે 165 જેટલા ફોર્મ ઉપડયા હતા, જેમાં જુદા જુદા ત્રણ વોર્ડ ને વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં 1 થી 3 વોર્ડ માં 69 ફોર્મ ઉપાડ્યા હતા, 4 થી 6 વોર્ડ માં 27 ફોર્મ ઉપાડ્યા, 7 થી 10 વોર્ડમાં 52 તથા 11 થી 13 વોર્ડ માં 17 ફોર્મ ઉપાડ્યા હતા.
Read Original Article →