મનપાની મકાન માલિકો માટે સૂચના:જર્જરિત મકાનો ઉતારી લેવા અથવા રિપેર કરાવવા મકાન માલિકોને કડક આદેશ, અન્યથા નળ, ગટર અને વીજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે
ચોમાસાની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ જર્જરિત મકાનો અને મિલકતોના માલિકો માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં ભારે વરસાદ કે અન્ય કારણોસર આવી મિલકતો ધરાશાયી થવાથી જાન-માલનું નુકસાન ન થાય તે હેતુથી તંત્રએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, આ અંગે મનપાના એસ્ટેટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જે મિલકતો અત્યંત જર્જરિત હાલતમાં છે, તેના માલિકો કે ભોગવટો કરનારાઓએ તાત્કાલિક તે મિલકત ઉતારી લેવી, સુરક્ષિત કરવી અથવા જરૂરી મરામત કરાવી ભયમુક્ત કરવાની રહેશે, 15 વર્ષ કે તેથી વધુ જૂના ફ્લેટ અને કોમ્પ્લેક્સ પ્રકારની તમામ મિલકતોના માલિકોએ લાયસન્સ ધરાવતા સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક' કરાવીને તેનો રિપોર્ટ દિન-15 માં એસ્ટેટ વિભાગમાં રજૂ કરવાનો રહેશે, જો નિર્ધારિત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ આકસ્મિક ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે મિલકત માલિકની રહેશે, મહાનગરપાલિકાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સૂચનાનું પાલન ન કરનાર બિલ્ડિંગોના નળ (પાણી), ગટર અને વીજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે..
Read Original Article →