ભાવનગર મનપા ચૂંટણી:મનપાના 13 વોર્ડ માટે ફોર્મ ચકાસણી, 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવતા મુકાબલો રસપ્રદ બનવાની શક્યતા છે આજરોજ કલેકટર કચેરી ખાતે જુદાજુદા વોર્ડના ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા હતા, આજરોજ ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે, અને
મતદાનની તારીખ 26 એપ્રિલ ને રવિવાર ના રોજ યોજાશે, જયારે પરિણામની તારીખ 28 એપ્રિલ ના રોજ યોજાશે. આજરોજ હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણીના અંતે 13 વોર્ડમાં કુલ 389 ફોર્મ ભરાયા હતા, જેમાંથી હાલ 228 જેટલા ઉમેદવારો મેદાનમાં હોવાનું જણાય છે. આગામી 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવારો મેદાન છોડે છે તેના પર સૌની નજર રહેશે, ત્યારે બાદ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાન રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
વોર્ડ ભરાયા ઉમેદવાર ઉપડ્યા વોર્ડ 1 31 20 271
વોર્ડ 2 41 22
વોર્ડ 3 38 20 વોર્ડ 4 15 15 208
વોર્ડ 5 19 19
વોર્ડ 6 18 18
વોર્ડ 7 36 15 188
વોર્ડ 8 32 16
વોર્ડ 9 44 22
વોર્ડ 10 25 16
વોર્ડ 11 31 18 184
વોર્ડ 12 29 13
વોર્ડ 13 30 14
કુલ13 389 228 851
Read Original Article →