વિકાસ માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને અગ્રણીઓનો સક્રિય પ્રયાસ:મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત, યુવા નેતૃત્વ પાસેથી શહેરના વિકાસની અપેક્ષા

Gujarat6/2/2026, 1:31:51 PM
વિકાસ માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને અગ્રણીઓનો સક્રિય પ્રયાસ:મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત, યુવા નેતૃત્વ પાસેથી શહેરના વિકાસની અપેક્ષા
ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા અને શહેરના સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજરોજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ તથા શહેરના અગ્રણીઓએ કોર્પોરેશન ખાતે મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન શહેરના વિકાસલક્ષી વિવિધ પ્રશ્નો અને આગામી આયોજનો અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના કમિટી મેમ્બર વિપુલભાઈ વડોદરિયા અને જીતેન્દ્ર એમ. પટેલ જણાવ્યું હતું કે, ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, આ બેઠકમાં ભાવનગરના વેપાર, ઉદ્યોગ અને શહેરના માળખાકીય વિકાસ અંગેની મહત્વની રજૂઆતો કરવામાં આવી હતી,મહાનગરપાલિકાના પાંચેય હોદ્દેદારોએ આ બાબતે હકારાત્મક પ્રતિસાદ આપી શહેરના વિકાસ કાર્યોને અગ્રતા આપવાની અને વહેલી તકે અમલીકરણ કરવાની ખાતરી આપી હતી, અરુણભાઈ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, "ભાવનગર એ રાજવી કૃષ્ણકુમારસિંહજીનું 'ભાવસભર' નગર છે.આ શહેરને મળેલું નવું યુવા નેતૃત્વ ખૂબ જ ઉત્સાહી છે, જે ભાવનગરને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે, તમામ પદાધિકારીઓએ ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો છે અને શહેરના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધતા દર્શાવી છે, તમામ અગ્રણીઓએ સંયુક્ત રીતે શહેરના હિતમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી, જેથી આવનારા સમયમાં ભાવનગર વધુ આધુનિક અને સુવિધાપૂર્ણ બને. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મેનેજિંગ કમિટી ના સભ્યોઓમાં ગણેશભાઈ માધવાણી, પરેશભાઈ સોની, જીતેન્દ્રભાઈ પટેલ, કિરીટભાઈ સોની, વિપુલભાઈ વડોદરિયા તથા કેયુરભાઈ ભટ્ટ તેમજ આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →