પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા:બે મોટરસાયકલ, બે મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 64 હજાર ના મુદ્દામાલની ચોરી

Gujarat5/16/2026, 1:25:28 PM
પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા:બે મોટરસાયકલ, બે મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 64 હજાર ના મુદ્દામાલની ચોરી
શહેરમાં ઘરફોડી અને વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના કુકડા કેન્દ્ર પાસે ભાડે રહેતા અકરમભાઈ હનીફભાઈ સીદાતરના ઘરે ત્રાટકેલા અજાણ્યા ચોરોએ ઘરની અંદરથી 2 મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ઘર બહાર પાર્ક કરેલી બે મોટરસાયકલ સહિત અંદાજે રૂપિયા 64 હજાર ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી અકરમભાઈ જણાવ્યું હતું કે, ગત તા.15/5/26 ના રોજ રાત્રે અંદાજે 12 વાગ્યે તેઓ પરિવાર સાથે ઘરના દરવાજા બંધ કરીને સુઈ ગયા હતા. તેમણે પોતાની મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કરી હતી, ​બીજા દિવસે સવારે 8 વાગ્યાની આસપાસ જ્યારે તેમના માતા જાગ્યા અને ઘરની બહાર જોયું, ત્યારે ઘર બહાર પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ 04 DF 0849 ગાયબ હતી, ગાડી ન દેખાતા પરિવારે ઘરમાં તપાસ શરૂ કરી તો માલૂમ પડ્યું કે ઘરમાં રાખેલી અન્ય કિંમતી વસ્તુઓ પણ ગાયબ હતી, વધુ ​તપાસ દરમિયાન સામે આવ્યું કે રાત્રિના સમયે ઘરના મુખ્ય દરવાજાની બાજુનો દરવાજો જેની સ્ટોપર ખુલ્લી હોય તે ખોલીને અજાણ્યો ચોર ઈસમ ઘરમાં પ્રવેશ્યો હતો, ચોર ઘરમાંથી ​મોબાઈલ ફોન સેમસંગ કંપનીનો A-14 મોડેલ કિંમત રૂ.7,000, વીવો કંપનીનો T-4 મોડેલ કિંમત રૂ.5,000, ​રોકડ રકમ ફ્રીજ ઉપર મુકેલા પાકીટમાંથી રૂ.2,000 તથા ​પાડોશીની મોટરસાયકલની પણ ચોરી થઈ ​જ્યારે અકરમભાઈ અને તેમનો પરિવાર આ ચોરી અંગે આસપાસ તપાસ કરવા બહાર નીકળ્યા, ત્યારે તેમના ઘરની પાછળના ખાંચામાં રહેતા અને ટૂ-વ્હીલર ગેરેજ ચલાવતા ઈરફાનભાઈએ જણાવ્યું કે તેમના ગેરેજમાં રીપેરિંગમાં આવેલી એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ GJ 04 DQ 4392, જેની કિંમત રૂ.25,000 છે, તે પણ રાત્રિ દરમિયાન ચોરાઈ ગઈ છે આમ, 2 મોબાઈલ કિંમત રૂપિયા 12,000, 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 50,000 તથા રોકડા રૂપિયા 2,000 મળી કુલ 64,000 મતાની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા, આ સમગ્ર મામલે અકરમભાઈએ અજાણ્યા ચોર ઈસમ સામે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →