LCBએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી 6 જુગારીઓને દબોચ્યા:મોતીતળાવમાં જુગાર અડ્ડામા રમતા હતાં, 36,700નો મુદામાલ જપ્ત

Gujarat5/19/2026, 3:48:58 AM
LCBએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી 6 જુગારીઓને દબોચ્યા:મોતીતળાવમાં જુગાર અડ્ડામા રમતા હતાં, 36,700નો મુદામાલ જપ્ત
ભાવનગરના મોતીતળાવ ખાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને જાહેરમાં ચાલતા હાથકાંપના જુગારધામ પર સફળ દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. 36,700ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. ખાર વિસ્તારમાં જુગાર અડ્ડો ચાલતો હતો એલ.સી.બી. સ્ટાફ જ્યારે ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડા મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ, દિવાલ પાસે ખાર વિસ્તારમાં જાહેર જગ્યામાં કેટલાક માણસો એકઠા થઈને જુગાર રમી અને રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો હતો. પોલીસે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ડ્રોન કેમેરામાં જુગાર રમતા શખ્સો કેદ થઈ જતાં, પોલીસની ટીમે તુરંત ત્યાં રેઇડ પાડીને નાસભાગ મચાવતા તમામ જુગારીઓને દબોચી લીધા હતા. ધરપકડ કરાયેલા શખ્સોની વિગત રૂ. 36,700નો મુદ્દામાલ જપ્ત ક્રાઇમ બ્રાન્ચે દરોડા દરમિયાન જુગારના અખાડા પરથી ગંજીપત્તાના પાનાં, રૂ. 16,700ની રોકડ રકમ તેમજ રૂ. 20,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂ. 36,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ શખ્સો સામે જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે તેમને બોરતળાવ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે.
Read Original Article →