રાજ્યકક્ષાએ ભાવનગરનું ગૌરવ વધ્યું:ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ગુજરાત વિધાનસભાની બે મહત્વની સમિતિઓમાં વરણી, નગરજનોમાં હર્ષની લાગણી
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના સક્રિય અને ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યાની ગુજરાત વિધાનસભાની બે અત્યંત મહત્વપૂર્ણ સમિતિઓમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાને વિધાનસભાની 'પંચાયતી રાજ સમિતિ' અને 'ગ્રંથાલય (લાઇબ્રેરી) સમિતિ' એમ બંને સમિતિઓમાં મહત્વની જવાબદારી સોંપાતા ભાવનગરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમની સરળતા, મિલનસાર સ્વભાવ અને લોકપ્રશ્નો પ્રત્યેની સદ્દભાવનાને કારણે ટૂંકા સમયમાં જ ભાવનગર પૂર્વની જનતાના હૃદયમાં આદરભર્યું સ્થાન મેળવી ચૂક્યા છે, હવે રાજ્યકક્ષાએ આ બે મહત્વની વૈધાનિક સમિતિઓમાં સ્થાન મળવાથી તેમના બહોળા અનુભવનો લાભ ગુજરાતના પંચાયતી માળખાને અને ગ્રંથાલય પ્રવૃત્તિઓના વિકાસને મળશે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અને બેવડી નિમણૂંક બદલ ભાવનગર શહેરના અગ્રણીઓ, વિવિધ સંગઠનો, વેપારી મંડળો અને ભાવનગરની પ્રબુદ્ધ જનતા દ્વારા ધારાસભ્ય સેજલબેન પંડ્યાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, નગરજનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, નવી જવાબદારીઓ સાથે તેઓ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના વિકાસમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપશે, આ નિમણૂંક બદલ સેજલબેન પંડ્યાએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને વિધાનસભાના અધ્યક્ષનો આભાર માન્યો હતો અને સોંપાયેલી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →