ઓનલાઈન ગેમિંગથી શરૂ થયેલી દોસ્તી બની આફત:ભાવનગરની સગીરાના ન્યૂડ ફોટા વાયરલ કરનાર દિલ્હીના શખ્સ સામે ગુનો દાખલ, બહેનપણીના નામે ફેક આઈડી પણ બનાવ્યા

Gujarat5/19/2026, 3:12:18 PM
ઓનલાઈન ગેમિંગથી શરૂ થયેલી દોસ્તી બની આફત:ભાવનગરની સગીરાના ન્યૂડ ફોટા વાયરલ કરનાર દિલ્હીના શખ્સ સામે ગુનો દાખલ, બહેનપણીના નામે ફેક આઈડી પણ બનાવ્યા
ભાવનગર શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્હીના એક શખ્સના સંપર્કમાં આવેલી 17 વર્ષીય સગીરા અને તેની બહેનપણીના ન્યૂડ ફોટા-વીડિયો મેળવી, તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર શખ્સ સામે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા માટે બે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ઓનલાઈન ગેમિંગથી થઈ હતી મિત્રતા ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભોગ બનનાર સગીરા અને દિલ્હીનો આ શખ્સ વર્ષ 2019માં ઓનલાઇન ગેમ રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીમે-ધીમે તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ વર્ષ 2024થી આ શખ્સે સગીરાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેણે સગીરાને વિશ્વાસમાં લઈ અવાર-નવાર વીડિયો કોલ કર્યા હતા અને તેને ફોસલાવીને ન્યૂડ ફોટા તેમજ વીડિયો મેળવી લીધા હતા. એટલું જ નહીં, આરોપીએ સગીરાને મળવા બોલાવી શરીર સંબંધ બાંધવા માટે પણ દબાણ કર્યું હતું. વીડિયો કોલમાં નગ્ન કરીને અવાર નવાર મળવાનું કહી, શરીર સબંધ બાંધવા માટે ફોસલાવી હતી. બહેનપણીના ફોટા મેળવી ઇન્સ્ટાગ્રામ-યુટ્યુબ પર ફેક આઈડી બનાવ્યા આરોપીએ સગીરાની સગીર વયની બહેનપણીના પણ ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ આ બંને સગીરાઓના ફોટા અને વીડિયોને મોર્ફ (એડિટ) કરીને અશ્લીલ બનાવ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ નામે અનેક ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા અને તેના પર આ મોર્ફ કરેલા ન્યૂડ ફોટા અને અશ્લીલ વીડિયો અપલોડ કરી દીધા હતા. પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ પોતાના બદનામ કરવાના ઈરાદાથી ફોટા વાયરલ થતાં સગીરાએ આખરે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 75(2), 75(3), 78(2), 351(2), 351(4), 356 તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(સી), 66(ઈ), 67, 67(બી) અને ભોગ બનનાર સગીર વયની હોવાથી પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ કેસમાં પોલીસની એક ટીમ કઈ રીતે આ આખું કૃત્ય આચરવામાં આવ્યું તેનું ટેકનિકલ એનાલિસિસ કરી રહી છે, જ્યારે બીજી ટીમ દિલ્હીના આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગી છે.
Read Original Article →