ભાવનગરમાં ચોરીની શંકા રાખી સગીરનું અપહરણ:આખી રાત ઓફિસમાં ગોંધી રાખી લોખંડના પાઇપથી ઢોરમાર માર્યો, વીડિયો બનાવનાર 6 શખસ ઝડપાયા
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા એક 17 વર્ષીય સગીરનું ત્રણ દિવસ પૂર્વે છ શખસે બળજબરીથી કારમાં અપહરણ કર્યું હતું. સગીરે મોબાઇલની ચોરી ન કરી હોવા છતાં તેને ઓફિસમાં આખી રાત બંધ રાખી, છરી બતાવીને ચોરીની કબૂલાત કરાવતો વીડિયો મોબાઇલમા ઉતાર્યો હતો. આ અંગે સગીરની માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીની ધરપકડ કરી લીધી છે. રાત્રે લારી પાસેથી અર્ટિગા કારમાં અપહરણ કરી મોતીતળાવ લઈ ગયા
બનાવની વિગત એવી છે કે, ગત 4 જૂનના રોજ બપોરે આશરે 01:00 વાગ્યે સગીર ઘરેથી બહાર જવાનું કહીને નીકળ્યો હતો. રાત્રે તે ભીલવાડા સર્કલ નજીક આવેલી નોનવેજની લારી પાસે હતો ત્યારે આરોપીઓએ તેને આંતરીને અપશબ્દો બોલી છરી બતાવી ધમકી આપી હતી. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક અર્ટિગા કારમાં બેસાડીને મોતીતળાવ વિસ્તારમાં આવેલી પોતાની ઓફિસમાં લઈ ગયા હતા. વહેલી સવાર સુધી સગીર ઘરે ન ફરતા ચિંતિત પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. સવારે આશરે 06:00 વાગ્યે સગીર ઘરે આવ્યો ત્યારે તેના શરીર પર ગંભીર ઇજાના નિશાન જોઈને પરિવારે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. લોખંડના પાઇપ અને વાયરથી માર માર્યો, બળજબરીથી વીડિયો બનાવ્યો
ઓફિસના રૂમમાં સગીરને બંધ કરીને આરોપીઓએ પ્લાસ્ટિકના પાઇપ, લોખંડના પાઇપ અને મોટરસાયકલના આઉટર વાયરથી વારાફરતી બેફામ ઢોરમાર માર્યો હતો. આરોપીઓએ છરી બતાવી "આજે તો તને પતાવી જ દેવો છે" તેમ કહી, ચોરી કરી હોવાની બળજબરીપૂર્વક કબૂલાત કરાવતો વીડિયો મોબાઇલ ફોનમાં શૂટ કરી લીધો હતો. ત્યારબાદ જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને વહેલી સવારે તેને કરચલીયાપરા વિસ્તારમાં ઉતારી દીધો હતો. ઇજાગ્રસ્ત સગીરને સારવાર માટે તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ
માતાની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે BNSની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ (GP Act) હેઠળ ગુનો દાખલ કરીને 6 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે:
Read Original Article →