સગીરાનું અપહરણ કરી શખસે દુષ્કર્મ આચર્યું:ભાવનગરથી મહેસાણાના વિજાપુરમાં લઈ જઈ કુકર્મ કર્યું હતું, સગીરાનો માતા-પિતાને કબજે સોપાયો

Gujarat5/21/2026, 3:58:43 PM
સગીરાનું અપહરણ કરી શખસે દુષ્કર્મ આચર્યું:ભાવનગરથી મહેસાણાના વિજાપુરમાં લઈ જઈ કુકર્મ કર્યું હતું, સગીરાનો માતા-પિતાને કબજે સોપાયો
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં મફતનગરમાં રહેતા મહેશ ઉખરેડીયા નામના શખસે 19 મેના રોજ વહેલી સવારે એક 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી હતી. ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ કાર્યવાહી અને સગીરાનો છુટકારો ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) સહિતના સ્ટાફે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી મહેશ ઉખરેડીયાને ઝડપી પાડ્યો હતો અને તેના કબજામાંથી સગીરાને હેમખેમ મુક્ત કરાવી હતી. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી સગીરાનો કબજો તેના માતા-પિતાને સોંપ્યો હતો. તપાસમાં દુષ્કર્મનો ખુલાસો પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપી સગીરાને ભાવનગરથી મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ વિગતો પ્રકાશમાં આવતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપી સામે BNS એક્ટની કલમ 137(2), 87, 94(2)(એમ) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 6 મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →