ભાવનગર મનપાની પ્રથમ સાધારણ સભા:મેયર તરીકે ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા તરીકે ચૂંટાયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા ની વરણી કરાઈ

Gujarat5/28/2026, 7:56:07 AM
ભાવનગર મનપાની પ્રથમ સાધારણ સભા:મેયર તરીકે ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા તરીકે ચૂંટાયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા ની વરણી કરાઈ
શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક રીંકુબેન માંગુકિયા વરણી કરાઈ ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવી બોડીની પ્રથમ બેઠક આજરોજ મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે ઇન્ચાર્જ કમિશનર ડો.મનીષ બંસલ ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર ડો.મનીષ બંસલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રથમ સભામાં જ મનપાના નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવી હતી, ​સભાની શરૂઆત થતાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી, જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં હતા જેમાં સર્વાનુમતી ન સધાતા બંને દાવેદારો વચ્ચે સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, ​​ઉષાબેન તલરેજા (ભાજપ) 44 મત તથા ​જશુબેન બારૈયા (કોંગ્રેસ) 8 મત મળ્યા હતા, ​ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી હતી. નિમણૂંક બાદ તુરંત જ મેયર ઉષાબેન તલરેજાએ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું, ​​નવા મહિલા મેયરના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે દાવેદારી થઈ હતી. ભાજપના સભ્યોની 43 મતોની સ્પષ્ટ બહુમતી સાથે અશોક બારૈયાની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. ​આ ઉપરાંત મહાનગરપાલિકાની અન્ય મહત્વની કમિટીઓ અને પદો પર પણ નિમણૂંક જાહેર કરાઈ હતી, તમામ નવા ચૂંટાયેલા હોદ્દેદારોની મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાનેથી વિધિવત નિમણૂંક કરાયા બાદ ભાવનગર મનપાની પ્રથમ સાધારણ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓને સભ્યો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Read Original Article →