કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી પૂર્વ મેયર બારડની બાદબાકી, નારાજગી વ્યક્ત કરી!

Gujarat4/8/2026, 7:00:13 AM
કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી પૂર્વ મેયર બારડની બાદબાકી, નારાજગી વ્યક્ત કરી!
ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી માટે શહેર ભાજપ 13 વોર્ડના ઉમેદવારો માટે મંથન કરી રહ્યો છે, ત્યારે શહેર પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જેમાં ગત ટર્મના જ મેયર ભરત બારડની બાદબાકી કરતા નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠકમાં આમંત્રણ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ મામલે ભરત બારડે પોતાની પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય અને થોડી નારાજગી વ્યક્ત કરી હતી. 'મને જાણ ન કરાતા હું અવઢવમાં છું' દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ મેયર ભરત બારડે જણાવ્યું હતું કે, મેં સામેથી શહેર પ્રમુખને પૂછ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ આદેશ નથી. હું પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું અને સામાન્ય રીતે દરેક વખતે મેયરને સાથે રાખીને જ ચર્ચા થતી હોય છે. ભાવનગરના મેયરની ક્રેડિટ હોય છે, ત્યારે આ વખતે મને જાણ ન કરાતા હું અવઢવમાં છું કે ક્યાંક મિસ્ટેક થઈ રહી છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પાછળ કોઈનો બદ ઈરાદો નહીં હોય તેવી તેમને ખાતરી છે. ‘ક્યા કોર્પોરેટરે કામ કર્યું અને ક્યાં ખામી રહી તેનો ખ્યાલ મેયરને જ હોય’ ​પાર્લામેન્ટ્રી બોર્ડની પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા ભરત બારડે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે આખા શહેરમાં ફર્યા હોય છે, કયા નગરસેવકે કેવું કામ કર્યું છે, ક્યાં સફળતા મળી છે અને ક્યાં ઉણપ રહી છે, તેનો સચોટ ખ્યાલ મેયરને જ હોય છે. તેથી ટિકિટ વિતરણ કે અન્ય મહત્વના નિર્ણયોમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ તેવું તેમનું અંગત માનવું છે. ​નવા ચહેરા અને વરિષ્ઠોનું મિશ્રણ ​આ ભારતીય જનતા પાર્ટી છે, અહીં કોની પસંદગી થશે તે અગાઉથી કહી શકાય નહીં, મને પણ ખબર નહોતી કે હું મેયર બનીશ, જે પણ આવશે તે શ્રેષ્ઠ ઉમેદવાર હશે. યુવાનોની સાથે બે-ચાર વરિષ્ઠો પણ હોવા જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે. આ મારો વ્યક્તિગત વિચાર છે.
Read Original Article →