આતુરતાનો અંત, એક મહિના બાદ મેયર ની વરણી થશે:ભાવનગર મહાનગરપાલિકાના નવા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી આગામી 28 મેના રોજ યોજાશે, સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી થશે
ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,જેના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અનુસાર, ચૂંટાયેલા તમામ સભ્યોની (કાઉન્સિલરોની) પ્રથમ સામાન્ય સભા આગામી 28 મે ગુરુવારના રોજ સવારે 11 કલાકે મહાનગરપાલિકા કચેરીના સભગૃહ ખાતે મળશે. 'ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ'ની કલમ મુજબ અઢી વર્ષની મુદત માટે નવા મેયરની ચૂંટણી કરવામાં આવશે, સરકારના નિયમો અને નોટિફિકેશન અનુસાર આ ટર્મમાં મહિલા કાઉન્સિલરોમાંથી જ એક મહિલા કાઉન્સિલરની મેયર તરીકે નિમણૂંક કરવાની રહેશે, ડેપ્યુટી મેયરની ચૂંટણી અઢી વર્ષની મુદત માટે ડેપ્યુટી મેયરની પણ ચૂંટણી યોજાશે તેમજ સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં અઢી વર્ષની મુદત માટે ભાવનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠિત સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના 12 સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલ 2026ના રોજ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ 28 એપ્રિલ 2026ના રોજ જાહેર થયું હતું. જેમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માંથી 44 પર ભાજપ અને 8 બેઠકો પર કોંગ્રેસ જીત્યું છે ત્યારે ભાજપ સતત 7 મી વાર સતા પોતના ના નામે કરી છે સરકારના ગેઝેટમાં સત્તાવાર પ્રસિદ્ધિ થયા બાદ હવે આ પ્રથમ બેઠક મળી રહી છે, જેમાં હાજર રહેવા માટે મહાનગરપાલિકાના સચિવ સત્યપાલસિંહ પરમાર દ્વારા તમામ ચૂંટાયેલા સભ્યોને સત્તાવાર પરિપત્ર પાઠવીને વિનંતી કરવામાં આવી છે.
Read Original Article →