શિવાજી સર્કલ પાસે મકાન પર ક્રાઈમ બ્રાંચનો દરોડો:29 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, રવિ જાંબુચા સામે ગુનો નોંધાયો

Gujarat6/5/2026, 1:29:06 PM
શિવાજી સર્કલ પાસે મકાન પર ક્રાઈમ બ્રાંચનો દરોડો:29 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, રવિ જાંબુચા સામે ગુનો નોંધાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના શિવાજી સર્કલ પાસે, 50 વારિયા (મફતનગર, રામાપીરવાળો ખાંચો) વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે તલાશી લેતા મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 339 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹29,348 થાય છે. ક્રાઇમ બ્રાન્ચે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. રવિ જાંબુચા રેડ દરમિયાન હાજર ન હતો બાતમી મુજબ, આ દારૂનો જથ્થો બહારથી લાવીને વેચાણ કરનાર આરોપી રવિ જાંબુચા રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. આ સમગ્ર મામલે લોકલ ક્રાઈમ બ્રાંચે ફરાર આરોપી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →