કાળુભારોડ પર બંગલો ભાડે રાખી ચાલતા દારૂના નેટવર્કનો પર્દાફાશ:3744 બોટલ અને 110 બિયર ટીન સાથે ₹12.61 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સુત્રધાર ફરાર

Gujarat4/9/2026, 6:05:42 PM
કાળુભારોડ પર બંગલો ભાડે રાખી ચાલતા દારૂના નેટવર્કનો પર્દાફાશ:3744 બોટલ અને 110 બિયર ટીન સાથે ₹12.61 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સુત્રધાર ફરાર
ભાવનગર શહેરના કાળુભા રોડ જેવા પોશ વિસ્તારમાં ભાડે રાખેલા બંગલામાં એલસીબીએ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. ભાડાના બંગલામાં ચાલતું હતું ગોડાઉન બાતમીના આધારે એલસીબીએ નાનભાવાડી, કાળુભા રોડ પર આવેલા પ્લોટ નંબર 11/13/બી ના મકાનમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય આરોપી હરેશ ઉર્ફે ભયલુ બારૈયાએ આ બંગલો માસિક ₹28,000ના ભાડે રાખ્યો હતો. આ મકાનનો ઉપયોગ દારૂનો જથ્થો ઉતારવા અને ત્યાંથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિલિવરી કરવા માટે કરવામાં આવતો હતો. ઝડપાયેલો મુદ્દામાલ પોલીસે રેઇડ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: વિદેશી દારૂ: 3744 બોટલ (કિંમત ₹10,74,816) બિયર: 110 ટીન (કિંમત ₹26,400) વાહનો: 2 એક્સેસ સ્કૂટર (કિંમત ₹1,50,000) મોબાઈલ: 5 નંગ (કિંમત ₹60,000) કુલ કિંમત: ₹12,61,312 ધરપકડ અને તપાસ: પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે: સુનિલ રામજીભાઇ મકવાણા (રહે. અકવાડા) પ્રણવ મુકેશભાઇ ડોડિયા (રહે. કાળિયાબીડ) પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ મુખ્ય સૂત્રધાર હરેશ ઉર્ફે ભયલુ બારૈયાના કહેવાથી દારૂની હેરફેર કરતા હતા. હરેશે આ બંને યુવકોને ₹25,000ના માસિક પગાર પર ડિલિવરીના કામ માટે રાખ્યા હતા. મુખ્ય સૂત્રધાર ફરાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઇ બારૈયા (રહે. ઘોઘા જકાતનાકા) હાલ પોલીસ પકડથી બહાર છે. નિલમબાગ પોલીસ મથકમાં ત્રણેય શખસો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને LCBએ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →