જાહેરમાં જુગાર રમતી 4 મહિલા સહિત 5 ઝડપાયા:આડોડીયાવાસમાં LCBનો દરોડો, ₹46,580ની રોકડ જપ્ત

Gujarat5/23/2026, 4:00:08 AM
જાહેરમાં જુગાર રમતી 4 મહિલા સહિત 5 ઝડપાયા:આડોડીયાવાસમાં LCBનો દરોડો, ₹46,580ની રોકડ જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આડોડીયાવાસમાં સફળ દરોડો પાડ્યો છે. પોલીસે જાહેર જગ્યા પર કુંડાળું વળીને હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર મહિલાઓ સહિત કુલ પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારોની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર જગ્યામાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં આવેલી એક જાહેર જગ્યામાં કેટલાક સ્ત્રી-પુરુષો ભેગા થયા છે અને ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો 'તીનપત્તી' નો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આયોજનબદ્ધ રીતે ઘટનાસ્થળે રેઇડ કરી હતી, જેમાં જુગાર રમી રહેલા પાંચેય જણાને પોલીસે કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ઘોઘારોડ પોલીસ મથકે ગુનો નોંધાયો પોલીસે રેઇડ દરમિયાન જુગારના પટમાંથી કુલ રૂ. 46,580ની રોકડ રકમ તેમજ ગંજીપાના સહિતનું જુગાર સાહિત્ય કબજે કર્યું છે. લોકલ ક્રાઈમ બ્રાંચે તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરી, તેમની સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તમામનો કબજો સ્થાનિક પોલીસને સોંપ્યો છે.
Read Original Article →