લક્ષ્મીનારાયણ મંદિરની દાનપેટી ચોરી તસ્કર રફુચક્કર:ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ દાખલ

Gujarat5/28/2026, 4:00:02 PM
લક્ષ્મીનારાયણ મંદિરની દાનપેટી ચોરી તસ્કર રફુચક્કર:ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ દાખલ
ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ સામે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં ગત રાત્રીના અરસામાં અજાણ્યા શખ્સે મંદિરમાં મુકેલી દાન પેટીની ચોરી કરી ફરાર થઈ જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. બનાવ અંગે મંદિરના મહંત દ્વારા ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી મંદિરની બાજુમાં આવેલ હોટલના સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થતા ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મંદિરનુ તાળુ તોડી દાનપેટી ચોરી કરી રફુચક્કર થયો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના ભીડભજન મહાદેવ મંદિર પાસે આવેલા વરૂણીનારાયણ કોમ્પલેક્ષમાં વરૂણીનાચમણ મંદિરના પુજારી મહંત વક્ષાણદાય ગુરુ રામગોપાલ આચાર્યએ નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના અરસા દરમિયાન કોઈ અજાણ્ય શખસે મંદિરની લોખંડની જાળી કુદી મંદિરમાં પ્રવેશ કરી મંદિરનુ તાળુ તોડી રોકડ સાથેની સજોડી દાનપેટી ચોરી કરી રફુચક્કર થયો હતો. દરમિયાન પૂજારી એ મંદિરની બાજુમાં આવેલ કમ્પફટ ઈન હોટલના કેમેરા ચેક કરતા એક શખસ કેદ જોવા મળ્યો હતો. પૂજારીની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે અજાણ્યા શખસ સામે BNS 331(4), 305(d) મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
Read Original Article →