ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત્:અશોક લાધવા પ્રમુખ અને સુજાનસિંહ ગોહિલ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ; પ્રદીપ રાઠોડ કારોબારી સંભાળશે
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ભવનના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. આ વરણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અન્ય કોઈ ફોર્મ ન ભરાતા ભાજપના બંને પદાધિકારીઓ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ જાહેરાત સાથે જ જિલ્લા પંચાયતમાં ભાજપનું એકચક્રી શાસન યથાવત્ રહ્યું છે, જેને પગલે સ્થાનિક ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 39 વર્ષના યુવા ચહેરાને મળી પ્રમુખપદની કમાન
બેઠકની વિગતો અનુસાર, જિલ્લા પંચાયતની ત્રાપજ બેઠકના ભાજપના વિજેતા સભ્ય અશોક લાધવાએ પ્રમુખ પદ માટે અને ઉમરાળા બેઠકના સભ્ય સુજાનસિંહ ગોહિલે ઉપપ્રમુખ પદ માટે સત્તાવાર ઉમેદવારી નોંધાવી હતી. વિપક્ષ તરફથી કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતાં બંને હોદ્દેદારોની બિનહરીફ વરણી નિશ્ચિત થઈ ગઈ હતી, જેની આજે કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. માત્ર 39 વર્ષની નાની ઉંમરના યુવાન અશોક લાધવા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા છે અને પક્ષે પ્રથમ ટર્મમાં જ તેમના પર પૂર્ણ ભરોસો મૂકીને પ્રમુખ જેવી મોટી અને મહત્વની જવાબદારી સોંપી છે. કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાની પણ વરણી
આજની ખાસ બેઠકમાં માત્ર પ્રમુખ-ઉપપ્રમુખ જ નહીં, પરંતુ પંચાયતના અન્ય મહત્વના હોદ્દાઓની પણ વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિનું સુકાન સંભાળવા માટે સભ્ય પ્રદીપ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી, જેથી તેઓ હવે કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, પંચાયતના શાસક પક્ષના દંડક અને નેતાની પણ સત્તાવાર વરણી આજે જ પૂર્ણ કરવામાં આવી હતી. તમામ નવયુક્ત પદાધિકારીઓએ આજે વિધિવત રીતે પોતાના નિમણૂક પત્રો સ્વીકારીને પંચાયત ભવન ખાતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. જિલ્લા પંચાયતનું પક્ષવાર સંખ્યાબળ ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.
Read Original Article →