જગન્નાથજી રથયાત્રા અંગેની ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ:ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન અંગે તૈયારીઓ શરૂ

Gujarat6/8/2026, 3:19:00 PM
જગન્નાથજી રથયાત્રા અંગેની ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ:ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન અંગે તૈયારીઓ શરૂ
સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત 'જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ-ભાવનગર' દ્વારા આગામી તા.16 જુલાઈ 26 ને ગુરૂવારના રોજ ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ​આ રથયાત્રાના સુચારૂ આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક રામવાડી ખાતે મળી હતી. આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની બેઠક યોજાઈ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાની તૈયારી એક માસ અગાઉ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ 'રામવાડી' ખાતે સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની બેઠક યોજાઈ હતી. ​આ બેઠકમાં રથયાત્રાના સફળ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને રથયાત્રા માટેની જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તા.15 ને સોમવારના રોજ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા કાર્યાલયનું ઉદ્ધાટન થશે અને જેમાં રથયાત્રાની તમામ તૈયારીઓ માટે એક માસ અગાઉ કાર્યાલયનું ઉદ્ધાટન સંતો મહંતોની ઉપસ્થિતમાં યોજાશે. બેઠકની શરૂઆતમાં સમિતિના સ્વર્ગસ્થ કાર્યકર્તા વાસુદેવભાઈ ખત્રીના દુઃખદ અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંતમાં સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયાએ તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →