શિવાજી સર્કલ પાસે ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા:ચેન્નાઈ-હૈદરાબાદ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા-રમાડતા હતા, ચાર સામે નોંધાઇ ફરિયાદ

Gujarat5/19/2026, 2:44:02 PM
શિવાજી સર્કલ પાસે ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા:ચેન્નાઈ-હૈદરાબાદ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા-રમાડતા હતા, ચાર સામે નોંધાઇ ફરિયાદ
ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આઈપીએલ (IPL) મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતા બે શખ્સોને પેરોલ ફ્લો સ્ક્વોડે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રૂ. ૬૩ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરી ઓનલાઈન સટ્ટાના આઈડી (ID) આપનારા અન્ય સાગરીતો સહિત કુલ ચાર શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે દરોડો પાડી સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડનો સ્ટાફ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે શિવાજી સર્કલ નજીક શાકમાર્કેટ પાસે આવેલી બાપા સીતારામની મઢુલી પાસે કેટલાક શખ્સો મોબાઈલ ફોનમાં આઈપીએલ મેચ પર જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં હાજર ત્રણ શખ્સોમાંથી એક પોલીસને જોઈ ગલીઓમાં દોડીને ફરાર થઈ ગયો હતો, જ્યારે અન્ય બે શખ્સો અનિરુદ્ધસિંહ ચુડાસમા અને અજયસિંહ ગોહિલને પોલીસે ઘટનાસ્થળેથી જ દબોચી લીધા હતા. મોબાઈલ લિંક અને ઓનલાઈન આઈડીનો પર્દાફાશ પોલીસે પકડાયેલા આરોપીઓ તેમજ ફરાર શખ્સના મળીને કુલ ત્રણ મોબાઈલ ફોનની તલાશી લીધી હતી. જેમાં આઈપીએલ-2026 અંતર્ગત ચાલી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની ક્રિકેટ મેચ પર ઓનલાઈન આઈડી મારફતે હારજીતના સોદા થતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓ ઓનલાઈન સટ્ટો રમવા માટે અન્ય વ્યક્તિઓ પાસેથી આઈડી મેળવતા હતા. અનિરુદ્ધસિંહ ચુડાસમાએ સટ્ટાનું ઓનલાઈન આઈડી સુભાષનગર વિસ્તારમાં રહેતા જય ઉર્ફે જુગલ પ્રદીપભાઈ બારોટ પાસેથી મેળવ્યું હતું. અજયસિંહ ગોહિલે આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા સાહિલ ઉર્ફે રાજા કેશુભાઈ સૈયદ પાસેથી આઈડી લીધું હોવાનું સ્વીકાર્યું હતું. આરોપીઓની યાદી અને કાનૂની કાર્યવાહી પેરોલ ફ્લો સ્ક્વોડે આ સમગ્ર રેકેટ મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. ઘોઘારોડ પોલીસે રૂ.63,000ના મોબાઈલ જપ્ત કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને આ ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ તેજ કરી છે.
Read Original Article →