ચાર વોટ્સએપ ગૃપના 61 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ:અધિકારીઓના લોકેશન શેર કરી ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હતી, ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા 37 સામે તપાસ

Gujarat5/20/2026, 4:41:34 PM
ચાર વોટ્સએપ ગૃપના 61 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ:અધિકારીઓના લોકેશન શેર કરી ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હતી, ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા 37 સામે તપાસ
ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, જેસર અને ઘોઘા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને ખનીજ સંગ્રહની પ્રવૃત્તિ ચલાવતા માફિયાઓના એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ થયો છે. ખનીજ માફિયાઓએ સરકારી અધિકારીઓની નજરથી બચવા માટે "Banna_ji_78", "Three Temple (Symbol)" અને "Sant Krupa" સહિત કુલ ચાર જેટલા વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હતા. કઈ રીતે કામ કરતું હતું આ નેટવર્ક? આ વોટ્સએપ ગ્રુપોમાં જોડાવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પાસેથી વ્યક્તિ દીઠ રૂ. ૫૦૦ થી રૂ. ૧૦૦૦ નો માસિક ચાર્જ વસૂલવામાં આવતો હતો. ગ્રુપમાં એડ થયેલા સભ્યોને ખાણ-ખનીજ વિભાગ, આર.ટી.ઓ. (RTO) વિભાગ, રેવન્યુ (મહેસૂલ) વિભાગ તેમજ પોલીસ અધિકારીઓની મુવમેન્ટ અને લોકેશન અંગેની સંવેદનશીલ માહિતી અગાઉથી જ શેર કરવામાં આવતી હતી. આ રીતે અધિકારીઓના સત્તાવાર નિરીક્ષણોની એડવાન્સ માહિતી મેળવીને ખનીજ માફિયાઓ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ ડર વગર ચલાવતા હતા. મુખ્ય સૂત્રધારો અને પોલીસ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ બાબતની જાણ કરાતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 221, 54, 61(2), 238 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ IUCAW શાખાના પીઆઈ એમ.સી.ચૌધરીને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ આખા નેટવર્કના મુખ્ય ચાર એડમિનો: આ ચારેય એડમિનો ગ્રુપના અન્ય 57 સભ્યો પાસેથી ગુગલ પે (Google Pay) મારફતે નાણાં મેળવીને અધિકારીઓની લોકેશનની માહિતી આપતા હતા. વર્તમાન સ્થિતિ અને કોર્ટ કાર્યવાહી પોલીસે આ સંગઠિત ગુનાહિત નેટવર્ક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મુખ્ય ૪ એડમિન અને ૫૭ સભ્યો સહિત કુલ ૬૧ આરોપીઓ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ (આરોપનામું) દાખલ કરી દીધી છે. પીઆઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ૩૭ જેટલા આરોપીઓ વિરૂદ્ધ હાલ તપાસ ચાલુ છે.
Read Original Article →