ભાવનગરમાં સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણ સાથે અસહ્ય બફારો:39 ડિગ્રી મહત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ 65 ટકા, માવઠાની સંભાવના નહીવત!
રાજ્યના હવામાન વિભાગ દ્વારા શનિ-રવિ બે દિવસ દરમિયાન ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે રવિવારે સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેને પગલે તાપમાનમાં ચડાવ-ઉતાર અને ભેજના ઊંચા પ્રમાણને કારણે સ્થાનિક લોકો અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ સાથે અસહ્ય બફારો
ગઈકાલે શનિવારે(23 મે) બપોર સુધી માત્ર વાદળો છવાયેલા રહ્યા બાદ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાદળો વિખરાઈ ગયા હતા અને દિવસ હેમખેમ પસાર થયો હતો. જોકે, આજે રવિવારે ફરીથી વાદળો ઘેરાયા છે અને સૂરજ-વાદળોની સંતાકૂકડી વચ્ચે મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હાલમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકો પરસેવે રેબજેબ થઈ રહ્યા છે. માવઠું થવાની સંભાવના નકારી શકાતી નથી
વાતાવરણમાં આવેલા આ બદલાવ અને અસહ્ય બફારાને જોતા આગામી સમયમાં માવઠું થવાની સંભાવના નકારી શકાતી નથી. ઉનાળાની ઋતુ હવે ગણતરીના દિવસોની જ બાકી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ બનવાની પણ આગાહી કરી છે.
Read Original Article →