ઉનાળાનો અંતિમ રાઉન્ડ:લઘુત્તમ તાપમાનમાં દોઠ ડિગ્રીનો વધારો, 65 ટકા ભેજ સાથે અસહ્ય બફારો

Gujarat5/22/2026, 10:04:23 AM
ઉનાળાનો અંતિમ રાઉન્ડ:લઘુત્તમ તાપમાનમાં દોઠ ડિગ્રીનો વધારો, 65 ટકા ભેજ સાથે અસહ્ય બફારો
રાજ્યભર સહિત ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઉનાળાની વિદાય પહેલા ગરમીનો અંતિમ રાઉન્ડ શરૂ થતાં લોકો ફરી એકવાર આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે સતત બદલાતા હવામાન વચ્ચે આજે લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ 1.5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો, તાપમાનમાં વધારાની સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા જેટલું ઊંચું રહેતાં અસહ્ય બફારા અને ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા પાંચ-છ દિવસથી તાપમાન, ભેજ અને પવનની ગતિમાં સતત થતા ફેરફારોને કારણે વાતાવરણ મિશ્ર અને પ્રતિકૂળ બની રહ્યું છે, ત્યારે ગઇકાલે સવારે તાપમાનનો પારો 26.7 ડિગ્રી હતો તે આજે વધી ને તાપમાન પારો 1.5 ડિગ્રી નો વધારો સાથે 28.2 ડિગ્રી પહોંચતા ગરમીથી લોકો અકળાયા હતા, જ્યારે ભેજનું પ્રમાણ 65 ટકા રહેવા પામ્યું હતું. છેલ્લા પાંચ દિવસનું તાપમાન નો પારો તા.17 મે ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 35 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.18 મે ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 35 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.19 મે ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 38 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.20 મે ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 50 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.21 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 38 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.22 મે ને શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 65 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
Read Original Article →