ભાવનગરમાં આકરા તાપ અને બફારાથી લોકો અકળાયા:સતત પાંચમા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર, છેલ્લા છ દિવસમાં સૌથી ઊંચુ 42.8 ડિગ્રી મહતમ તાપમાન
રાજ્યના હવામાન વિભાગે હિટવેવની આગાહી આપી છે, ત્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન વધવાની આગાહી કરી હતી. આજે સવારથી જ સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપના કારણે આભમાંથી અંગારા વરસાવવાનુ શરૂ કર્યું હતું અને બપોર થતાની સાથે જ લૂ ફૂંકાઈ રહી હતી. આજ રોજ ભાવનગરમાં ગરમીનો પારો ઊંચકાઈ ને 42.8 ડિગ્રીએ ઉપર પહોંચી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, અને જાણે ભર બપોરે કુદરતે સંચાર બંધી જાહેર કરી હોય તેમ મોડી સાંજ સુધી રોડ-રસ્તાઓ સૂમસામ બન્યાં હતા. બપોરે આકરો તાપ અને રાત્રે બફારાથી લોકો અકળાયા
બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. રસ્તા ઉપર વાહનોની ચાલ પલ પણ ઘટી ગઈ હતી લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. વાતાવરણમાં 42 ટકા ભેજ વચ્ચે 30 કિલોમીટરની ઝડપે ગરમ લું ફૂંકાઈ હતી, જેના કારણે વૃદ્ધો, મહિલાઓ, બાળકો ગરમીથી ત્રસ્ત બન્યા હતા. સૂર્યાસ્ત બાદ પણ ગરમીની અસર વર્તાઈ હોય તેમ ઘરની દીવાલોમાંથી ગરમ લું ફેકાઈ હોવાનો અનુભવ થયો હતો. જેના કારણે શહેરીજનો ત્રસ્ત થઈ ગયા હતા. રાત્રે પણ લઘુતમ તાપમાનનો પારો વધીને 27.8 ડીગ્રી નોંધાયો હતો. આમ, શહેરમાં બપોરે આકરો તડકો અને રાત્રે બફારાથી લોકો અકળાયા હતા. લૂથી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ
જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસનું તાપમાન
Read Original Article →