ગરમીનો પારો વધીને 41.6 ડિગ્રી પહોંચ્યો:સતત બીજા દિવસે તાપમાનનો પારો ઊંચકાઈને 41.6 પહોંચતા લોકો ગરમી માં અકળાયા, 32 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ

Gujarat6/9/2026, 1:05:23 PM
ગરમીનો પારો વધીને 41.6 ડિગ્રી પહોંચ્યો:સતત બીજા દિવસે તાપમાનનો પારો ઊંચકાઈને 41.6 પહોંચતા લોકો ગરમી માં અકળાયા, 32 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ
ભાવનગરમાં ગરમીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે અને આજે સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો વધી ને 41.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો, તાપમાનનો પારો વધતા આગ ઝરતી ગરમીનો લોકો ને અનુભવ થયો હતો, આજ સવારથી જ તાપમાનનો પારો 28.6 ડીગ્રી નોંધાયો હતો, ભેજનું પ્રમાણ 65 ટકા જેટલું રહ્યું હતું, જ્યારે સવારથી જ 10 થી 32 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, બે દિવસમાં ગરમીનો પારો સડસડાટ 2 ડિગ્રી વધી ને 41.6 ડિગ્રીને અડી જતા આભ માંથી અંગારા વરસતા ભાવનગરવાસીઓ તોબા પોકારી ઊઠ્યા હતા, ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો ગરમીની સાથોસાથ 32 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, રાત્રે પણ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા 6 દિવસનું તાપમાન નો પારો તા.4 જૂન ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.5 જૂન ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 52 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.6 જૂન ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.7 જૂન ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 જૂન ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
Read Original Article →