છેલ્લા 5 દિવસમાં તાપમાનમાં વધઘટ:ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી 40 ડિગ્રીને પાર, ગરમીના મિજાજ સાથે વાતાવરણમાં પલટો
જૂન મહિના પ્રારંભથી તાપમાનનો પારો ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જેમાં ત્રણ દિવસ બાદ ફરી એકવાર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેના કારણે લોકો ગરમીથી અકળાયા હતા. તેમજ છેલ્લા પાંચ દિવસ દરમિયાન ભાવનગર સહિતના વિસ્તારમાં તાપમાનનો પારો વારંવાર બદલાતો જોવા મળ્યો છે. ઉનાળુ ગરમીની સાથે ભેજ અને પવનની ગતિમાં આવેલા ફેરફારને કારણે વાતાવરણમાં મિશ્ર અનુભવ થયો હતો. 4 જૂનના રોજ પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો
જેમાં ગત 31 મેના રોજ ગરમીનો પારો 40.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. જે આ પાંચ દિવસોમાં સૌથી વધુ નોંધાયો હતો. ત્યારબાદ 1 જૂનના રોજ તાપમાનમાં થોડો ઘટાડો થઈને તે 38.3 ડિગ્રી પર સ્થિર થયું હતું. જોકે, 2 જૂન ના રોજ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં મહત્તમ તાપમાન ઘટીને 36.4 ડિગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ વધીને 60 ટકા સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ ફરીથી ગરમીનું જોર વધતા 3 જૂનના રોજ તાપમાન વધીને 38.9 ડિગ્રી અને આજરોજ 4 જૂનના રોજ પારો ફરી 40.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા જણાય છે. છેલ્લા 5 દિવસનું તાપમાનનો પારો
Read Original Article →